Nawanagar Time
ગુજરાત જામનગર

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા ઓપન જામનગર વિવિધ સ્પર્ધા યોજાઈ

raghuvanshi-social-group-has-organized-various-competitions-in-jamnagar-open

જામનગર:-રઘુવંશી સોશ્યલ ગ્રુપ (જામનગર) દ્વારા સંસ્થાના 32 માં વર્ષની ઉજવણી ના ભાગરૂપે તાજેતરમાં લોહાણા મહાજન વાડી ખાતે ઓપન જામનગર બહેનો તથા બાળકો માટે રંગોળી, આરતી,ચિત્રકામ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ, મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાભાઈ જોશી, પ્રદીપભાઈ માધવાણી, હર્ષદભાઈ જોબનુુત્રા, જામનગર લોહાણા મહાજનનાં મંત્રી રમેશભાઈ દતાણી, ઊર્મિબેન પાઉં તથા જસ્મીનબેન દતાણી ઉપસ્થિત રહયા હતાં. મહેમાનોનું સ્વાગત સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણી, ઉપપ્રમુખ અતુલ રાયઠઠ્ઠા, મંત્રી જીજ્ઞેશ સીમરીયા તથા પ્રોજેક્ટ ચેરપર્સન ડિમ્પલબેન સીમરીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાઓના વિજેતાઓમાં રંગોળી (બહેનો વિભાગ)માં પ્રથમ રિનાબેન ઘેડિયા, બીજા ક્રમે જલ્પાબેન ગોકાણી, ત્રીજા ક્રમે જાનાબેન ઠકરાર, રંગોળીમાં પ્રથમ ક્રમે હેતવી લાધાની, બીજા ક્રમે દેવાંશી લુક્કા, આરતી વિભાગમાં પ્રથમ ક્રમે રાડીયાબેન, બીજા ક્રમે વાર્ષબેન ગેલૈયા, ત્રીજા ક્રમે રીયાબેન ગોકાણી, ચિત્રકામ વિભાગમાં પ્રથમ ક્રમે ધૈયષ ભુવા તથા ધ્રુવી ગોકાણી, બીજા ક્રમે ઇવા કનખરા તથા ઝીલ ડાભી, ત્રીજા ક્રમે કુલદીપ ગોસાઈ તથા દેવાંશી ગંધા રહયા હતા. સ્પર્ધાના નિણાષયક તરીકે હેતલબેન બથીયા તથા પ્રવતક્ષાબેન ગોકળગાંધી રહયા હતા. વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ દ્વારા સ્માવનત કરવામાં આવયા હતાં. કાર્યક્રમનું સંચાલન મૌનાબેન બદીયાણી તથા અલકાબેન થોભાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

ધો.10નું 66.97 ટકા પરિણામ જાહેર: સુરતે મેદાન માર્યું

Nawanagar Time

માસ્કનો દંડ, જ્યારે સોશિયલ ડિસ્ટન્સના કલેકટર કચેરીમાં ધજાગરા

Nawanagar Time

જામનગરના કૃષ્ણમણિજી મહારાજ સહિત રાજ્યના સાધુ-સંતોને રામમંદિર શિલાયન્સ વિધિમાં હાજરી આપવા આમંત્રણ

Nawanagar Time

Leave a Comment