Nawanagar Time
ગુજરાત

રાહુલ ગાંધી વલસાડમાં: મિશન ગુજરાતનો પ્રારંભ

rahul-gandhi-valsad-mission-gujarat-begins

ધરમપુરમાં ‘જનાક્રોશ સભા’ને સંબોધન: ચૂંટણી પૂર્વેની પ્રથમ સભામાં લાખોની જનમેદની: આદિવાસી પટ્ટા પર વર્ચસ્વ જાળવી રાખવા કોંગ્રેસનો પ્રયાસ : આજથી જ કોંગ્રેસના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

વલસાડ:-લોકસભા ચૂંટણી પૂર્વે આજથી કોંગ્રેસના ’મિશન ગુજરાત’નો પ્રારંભ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વલસાડ  ધરમપુરમાં  વિશાળ ‘જનાક્રોશ રેલી’ને સંબોધન કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં. ચૂંટણી પૂર્વેની આ પ્રથમ રેલી હોઇ તેને સફળ બનાવવા કોંગ્રેસે તમામ તાકાત કામે લગાડી છે. આદિવાસી બેલ્ટમાં વર્ચસ્વ જમાવવાના ભાગરૂપે આ રેલી યોજવામાં આવી છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું  વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ, કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. બસ આજ રસ્તે હવે રાહુલ ગાંધી પણ  વધી રહ્યા છે. વલસાડ સાથે જોડાયેલી એક મહત્વની વાત એ છે કે, જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની બેઠક જીતે છે તે પાર્ટી કેન્દ્રમાં સત્તા બનાવે છે. ચાહે તે વી પી સિંહની સરકાર હોય કે અટલ બિહાર વાજપેયી, મનમોહનસિંહ કે પછી નરેન્દ્ર મોદીની સરકાર. આમ અત્યાર સુધીનો આ રેકોર્ડ કયારેય  નથી. વલસાડના ઉમરગામથી આદિવાસી પટ્ટો શરુ થઇ છેક અંબાજી સુધી જાય છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસીઓના વોટ ગુમાવનાર કોંગ્રેસ ફરીથી આ મત કબજે કરવા પણ વલસાડની ધરતીનો ઉપયોગ કરી શકે છે.

મોરારજી દેસાઈની સત્તા હતી, ત્યારે ઇન્દિરા ગાંધી માટે ફરીથી ઉભા થવું અઘરૃંં હતું, તે સમયે લડાઈની શરૂઆત  કરવી તે સૌથી મોટો સવાલ ઇન્દિરા ગાંધી માટે હતો, એવા સમયે વલસાડ ખાતે ઇન્દિરા ગાંધીની સભા યોજાઈ હતી. આ સભામાં ઐતિહાસિક કહી શકાય એટલી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીને જોવા અને સાંભળવા આવ્યા હતા. બસ તે દિવસ બાદ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસે પાછળ ફરીને જોયું ન હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  ગાંધી ગુરૂવારે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે  ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે. રાહુલ ગાંધીની સભાને લઇને દ.ગુજરાતની આદિવાસી પટ્ટી પર ભાર ઉત્સાહ જણાય રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી આ રેલીમાં આશરે દોઢથી બે લાખની જનમેદની આવશે તેવી શકયતાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડના ડી.એસ.પી. સુનીલ જોશીની આગેવાનીમાં 7 ડી.વાય.એસ.પી., 9 પી.આઇ., 55  520 પોલીસકર્મીઓ તથા 200 હોમગાર્ડના સ્ટાફને તૈનાત કરાયા છે.

Related posts

પ્લોટની ફાળવણીમાં જીઆઇડીસીએ મળતિયાઓને ખટવી દીધા

Nawanagar Time

તબીબોની દેશવ્યાપી હડતાલ, AIIMS સહિત તમામ મોટી હોસ્પિટલમાં OPD બંધ

Nawanagar Time

જામનગર ગ્રામ્ય બેઠકમાં જ્ઞાતિ દીઠ મતદારો

Nawanagar Time

Leave a Comment