Nawanagar Time
નેશનલ

રાહુલ ગાંધી બે બેઠક ઉપરથી ચૂંટણી લડશે

rahul-gandhi-will-contest-from-two-seats

નવી દિલ્હી:-અમેઠી લોકસભા સીટથી ત્રણ વખતના સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે સીટો ઉપર ચૂંટણી લડે તેવી શક્યતા છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટ પરથી પણ ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ પાર્ટીના  પણ માંગ કરી રહ્યા છે કે, તેમને વધુ એક સીટ પરથી ઉમેદવારી દાખલ કરવી જોઇએ. દક્ષિણ ભારતથી રાહુલ ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે, મહારાષ્ટ્રની નાંદેડ સીટ પરથી અથવા મધ્યપ્રદેશની કોઇ સુરક્ષિત સીટ પરથી તેઓ ચૂંટણી લડી શકે છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસની યોજના  છે કે, જો રાહુલ ગાંધી વધુ એક સીટ પરથી લડશે તો તેમના આસપાસની સીટો ઉપર પણ અસર થશે અને કોંગ્રેસને લીડ મળી શકે છે. દક્ષિણ ભારતમાં જો રાહુલ પોતાની હાજરી નોંધાવશે તો હિન્દુ પટ્ટામાં કમજોર દેખાઈ રહેલી કોંગ્રેસ પાર્ટી એક રીતે ભરપાઈ કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં મોદીએ અગાઉ  જગ્યા પરથી ચૂંટણી લડી હતી. ઉત્તરપ્રદેશની વારાણસી અને વડોદરાની લોકસભા બેઠક પરથી મોદીએ ચૂંટણી મેદાનમાં ઉતરીને તમામને ચોંકાવી દીધા હતા. મોદીની જેમ જ રાહુલ ગાંધી પણ બે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્રના નાંદેડમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચા થઇ ચુકી છે.

રાહુલ ગાંધીએ માર્ચ 2004માં રાજનીતિમાં એન્ટ્રીની જાહેરાત  હતી. તેઓ સતત ત્રણ વખત ઉત્તરપ્રદેશના અમેઠીમાંથી સાંસદ તરીકે રહ્યા છે. મે 2004માં સૌથી પહેલા ચૂંટાયા હતા. ત્યારબાદ 2009માં પણ ચૂંટણી અમેઠીમાંથી જ જીતી હતી. વર્ષ 2014મમાં લોકસભા ચૂંટણીમાં મોદી લહેર દરમિયાન ભાજપે અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા હતા.

Related posts

ગુજરાતમાં ઘૂસ્યો અફઘાની આતંકવાદીઃ ATSએ અન્ય 4 આતંકીઓની આપી વિગત

Nawanagar Time

29મી સુધી ફાસ્ટેગ મળશે મફતમાં

Nawanagar Time

ખેડૂતો-માર્કેટિંગ યાર્ડને TDS કપાતમાં રાહત મળી રહેશે, સરકારની પીછેહઠ

Nawanagar Time

Leave a Comment