Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ભાણવડ પંથકમાં ગાંધીનગર ખાણ ખનિજ વિભાગના દરોડા

raids-of-gandhinagar-mine-mining-department-in-bhanvad-diocese

ડીસીસી કંપની દ્વારા રક્ષિત વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ થતું હોવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ રહેતું હોવાની પોલ ખુલી

જામનગર:-ડીસીસી કંપનીના ભાણવડ પંથકના ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર તપાસ માટે ગાંધીનગરથી ખાસ ટીમ ત્રાટકી છે. કેમ કે, રક્ષિત ગણાય તેવા સેન્ચ્યુરી  વિસ્તારમા ખનન  થતું હોઇ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરાયો હતો. આ સનસનીખેજ ગેરરિતિ બાદ ઠોસ પગલાં શું લેવાય છે તે તરફ મીટ મંડાઈ છે. જો કે, ચોંકાવનારી બાબત તો એ છે કે, રક્ષિત વિસ્તારમાં દિન-રાત ખનન થતું હોવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ બેઠું હતું!

જામનગર જીલ્લાના સિક્કા ગામે દિગ્વિજય સિમેન્ટ કંપની પ્રાઈવેટ લીમીટેડના નામથી કાર્યરત સિમેન્ટ પ્લાન્ટને સિમેન્ટમાં વપરાતું લાઈમ સ્ટોન નામનું કાચું મટીરીયલ મેળવવા માટે જામનગર તેમજ દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાણકામ માટેની માઈનીંગ લીઝો આવેલ છે. જેમાં દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગામે હાલ દિગ્વિજય સિમેન્ટ કંપનીની માઈનીંગ લીઝ કાર્યરત છે. જે પાછતર ગામની લીઝ બરડા અભયારણ્યની તદન નજીક આવેલ છે. તેમજ આ લીઝની આજુ – બાજુમાં તાતા કેમિકલ સહિત અન્ય કંપનીઓની માઈનીંગ લીઝ પણ આવેલ છે. જે લીઝો હાલ બરડા અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારની નજીક આવતી હોવાથી બંધ હાલતમાં છે. ત્યારે દિગ્વિજય સિમેન્ટ કંપનીની માઈનીંગ લીઝ પણ બરડા અભયારણ્ય વિસ્તારથી તદન નજીક હોવા છતાં પણ ખનીજનું ખનન ચાલુ છે.

ભાણવડના પાછતરમાં જુના રે.સર્વે નંબર. 225માં આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપનીની લાઈમ સ્ટોન માઈનીંગ લીઝ વિસ્તાર બરડા અભયારણ્યના જંગલી પ્રાણીઓથી અસરગ્રસ્ત વિસ્તાર  છે. આ વિસ્તારમાં અભયારણ્યના અનેક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. તેમજ અહીના વિસ્તારમાં અવાર – નવાર જંગલી પ્રાણીઓની અવર – જવર રહેતી હોવા છતાં પણ આ વિસ્તારમાંથી દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા મોટા પ્રમાણમાં લાઈમ સ્ટોન ખનીજના જથ્થાનું બેફામ પણે ખનન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. તેમજ હાલમાં દિગ્વિજય સિમેન્ટ કંપનીની જૂની ખાણથી પ્રખ્યાત વિસ્તાર જે બરડા અભયારણ્ય દ્વારા પ્રતિબંધિત વિસ્તાર હેઠળ આવતો હોવાની પણ માહિતી મળી રહી છે. જે પ્રતિબંધિત વિસ્તાર માંથી પણ 150 થી 200 જેટલા ડમ્પરો દ્વારા દરરોજ ખનીજનો જથ્થો અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારથી બહાર અને કંપનીના જ વિસ્તારમાં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જે ખનીજનો જથ્થો પણ ત્યારબાદ અન્ય ટ્રકો દ્વારા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સુધી પહોચાડવામાં આવશે.તેવી પણ જાણકારોમાં ચર્ચા છે.

Related posts

ચશ્માના નંબર ઊતારવા છે! તો અપનાવો આયુર્વેદની તર્પણ પ્રક્રિયા

Nawanagar Time

સરકારી કામકાજમાં ‘સવર્ણ’ શબ્દનાં ઉપયોગ પર પ્રતિબંધ

Nawanagar Time

નોટબંધીમાં એફ.ડી. કરનાર આસામીઓને નોટિસ

Nawanagar Time

Leave a Comment