Nawanagar Time
ગુજરાત જામનગર

રેલો આવ્યો ! આજથી નાસ્તો-ભોજન અલગ-અલગ મળ્યાં

Railo came! From today, snacks and meals are found separately

‘નવાનગર ટાઇમ’ના સ્ફોટક અહેવાલને પગલેં મામલતદાર લાંકડિયો તાર ફેરવવા તમામ શાળામાં રૂબરૂ દોડી ગયાં

જામનગર:-જામનગર શહેરમાં ધકેલપંચા દોઢસોની જેમ ચાલતી મઘ્યાહન ભોજન યોજના અંગે ‘નવાનગર ટાઇમ’ દ્વારા સ્ફોટક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં જ બહેરૂં મુંગુ તંત્ર દોડતું થયું છે સરકારના આદેશની ઐસી તૈસી કરી નાસ્તો અને ભોજન અત્યાર સુધી એક સાથે આપતાં મભયોનાં કર્તાહર્તાઓ આજે સફાળાં જાગી તમામ શાળાઓમાં નાસ્તો અને ભોજન અલગ-અલગ આપવાં લાકડિયો તાર ફેરવી દિધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરમાં ડે. કમિશ્નર મુકેશ કુંભારાણાના અંધેર રાજમાં છેલ્લા લાંબા સમયથી ગરીબ બાળકોને ધુંમાડાવાળો અને વાસી ખોરાક આપવામાં આવી રહ્યો છે ત્યારે ‘નવાનગર ટાઇમ’ દ્વારા મઘ્યાહન ભોજન યોજનામાં ચાલતી લોલમલોલ ખુલ્લી પાડવા આધારા-પુરાવા મેળવી અહેવાલો પ્રસિદ્ધ કરતાં જ તંત્રને રીતસરનો રેલો આવી ગયો છે. અત્યાર સુધી ગરીબ બાળકોને વાસી ખોરાક ખવડાવતા સરકારી બાબુઓ સફાળાં જાગી ગયા છે અને આજે મઘ્યાહન ભોજનના મામલતદાર એચ. કે. પરમાર તમામ શાળાઓમાં રૂબરૂ દોડી ગયા હતાં અને શિક્ષકોએ નાસ્તો અને ભોજન અલગ અલગ સમયે આપવા કડક સુચના આપી હતી.

Railo came! From today, snacks and meals are found separately
Railo came! From today, snacks and meals are found separately
Railo came! From today, snacks and meals are found separately
Railo came! From today, snacks and meals are found separately

બીજી તરફ ‘નવાનગર ટાઇમ’ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવતાં શાળા નં. 6 ના શિક્ષક પન્નાબેન ઓઝાએ જણાવ્યું હતું કે હમણાં થોડો સમય પહેલાં જ એક હેન્ડીકેપ અધિકારી તેનું નામ અમને આવડતું નથી પણ તેઓ આવ્યા હતાં અને આજથી બાળકોને નાસ્તો અને ભોજન અલગ અલગ આપવા સુચના આપી ગયાં છે જે મુજબ અમે આજે બાળકોને નાસ્તો અને ભોજન અલગ-અલગ આપ્યું છે.

Railo came! From today, snacks and meals are found separately
Railo came! From today, snacks and meals are found separately

આશ્ર્ચર્ય તો એ વાત છે કે, નાસ્તો અને ભોજન ભલે જુદા-જુદા આપવાનું ચાલુ થયું આમાં પણ તંત્રની બેદરકારી છતી થાય છે. સરકારનો નિયમ છે કે, બાળકોને ગરમા ગરમ ભોજન અને નાસ્તો મળવો જોઇએ તેની બદલે જામનગર શહેરમાં કુંભારાણા કૃપાથી વહેલી સવારે બનતો નાસ્તો અને ભોજન બાળકોને વાસી સ્વરૂપે 12-00 વાગ્યે મળી રહ્યા છે. આ સંજોગોમાં તાજું ભોજન પીરસવાનું કયારથી શરૂ થશે તે જોવાનું રહ્યું.

Railo came! From today, snacks and meals are found separately

Railo came! From today, snacks and meals are found separately

Related posts

ચૂંટણી પહેલાં જ મહાનગર પાલિકાનું તંત્ર વ્યસ્ત

Nawanagar Time

ઈકો કારમાં ઘેટાં-બકરાંની જેમ પેસેન્જર ભરતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

Nawanagar Time

એસટી બસોમાં બુકીંગ કરવાની બેરોજગાર યુવાનોને તક

Nawanagar Time

Leave a Comment