Nawanagar Time
જામનગર શહેર

જામનગરમાં કોર્પોરેશને બનાવેલા રેનબસેરા સાવ ખાલીખમ હાલતમાં…

જામનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે કોર્પોરેશને બનાવેલા ગરીબો માટેના રેનબસેરા સાવ ખાલીખમ હાલતમાં જોવા મળે છે કારણ કે તંત્રના કારણે રેનબસેરામાં ગરીબોને રિક્ષામાં જવું પડે છે. શહેરના બે જુદા જુદા છેડે રેન બસેરા બનાવાયા છે, એટલે લોહાણા સમાજ ટ્રસ્ટ શહેરમાંથી આવા રેન બસેરામાં રાત ગાળવા ઇચ્છતા લોકોને કારમાં લઈ જાય છે, રાત્રીના આશરો આપે છે, અને જમવાનું આપે છે, સવારે [પરત મૂકી પણ જાય છે.

વીઓ-1 શહેરમાં ઠંડીને કારણે ગરીબોની હાલત રાત્રીના સમયે કફોડી બની છે, ગરીબોને ઠંડીના રક્ષણ માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં અને હાપા પાસે રેનબસેરા બનાવવામાં આવ્યું છે જ્યાં ગરીબો રાતવાસો કરવા જઈ શકાય છે. આ રેનબસેરા ભિક્ષુકોને સ્થળ ખુબ જ દૂર પડે છે. રસ્તા ઉપર સુતા લોકો જલ્દીથી ત્યાં આવવા તૈયાર થતા નથી. એટલે હાપા જલારામ મંદિર ટ્રસ્ટ એની મદદે આવ્યું છે. રાત્રીના ભીડભંજન મહાદેવ મંદિરેથી ટ્રસ્ટની એક કાર આવા આશરા વિહોણા લોકોને તેડવા આવે છે.

હાપા જલારામ મંદિર પાસે ટ્રસ્ટની જગ્યામાં રાત્રી રોકાણની વ્યવ્શ્થા કરાયા છે, ભોજન અપાય છે, સવારે ચા-નાસ્તો પણ અપાય છે, અને શહેર મધ્યે જ્યાં ભિક્ષુકોને જવું હોય ત્યાં વાહન દ્વારા પાછા પણ મુકી જવાય છે. જલારામ ટ્રસ્ટના રેન બસેરામાં નવા આવેલા બ્લૅન્કેટ, ચાદર, ઓશિકા જેવી વસ્તુઓનો જથ્થો પણ ઉપલબ્ધ છે, જયારે કોર્પોરેશનના રેન બસેરા ખાલી ખમ પડયા છે,

તંત્ર દ્વારા આવા સમયમાં શહેરમાં જ કેટલીક જાહેર જગ્યાઓ અથવા નજીકની શાળાઓમાં રાત્રી આશ્રય અપાય તો કદાચ તંત્રનો મદદ કરવાનો હેતુ સરી શકે. રિક્ષા કરીને છેક રાત્રે રેનબસેરા જવું અને સવારે રીક્ષા કરીને પરત આવવું સ્વાભાવિક રીતે રસ્તે રહેતા લોકોને રોજ કેવી રીતે પરવડે …? તેનો આઈડિયા એક ટ્રસ્ટએ શોધી કાઢ્યો છે.

Related posts

નાતાલ પર્વ

Nawanagar Time

ક્લેક્ટર ઓફિસ નજીક મહિલાએ વિષપાન કર્યું

Nawanagar Time

જામનગર જિલ્લા જેલને બદનામ કરવાનું ષડયંત્ર

Nawanagar Time

Leave a Comment