Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

રાજસ્થાન ચૂંટણી પરિણામ: કૉંગ્રેસ 87 બેઠકો પર આગળ, ભાજપ 73 બેઠકો પર આગળ

election 2018

રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.  રાજસ્થાનમાં કૉંગ્રેસ 87 બેઠકો પર આગળ, ભાજપ 73 બેઠકો પર આગળ છે. ઝાલરાપાટન બેઠક પર રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની સામે કોગ્રેસના ઉમેદવાર  માનવેન્દ્રસિંહ પાછળ છે.  ટોંક બેઠક પર કોગ્રેસના ઉમેદવાર સચિન પાયલટ આગળ ચાલી રહ્યા છે. સરદાર પુરાથી અશોક ગેહલોત આગલ ચાલી રહ્યા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. અહીં તમામ બેઠકો પર 6 ડિસેમ્બરના મતદાન થયું હતું.
રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. રાજ્યમાં વિધાસભા ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. રાજસ્થાન વિધાસભામાં 200 બેઠકો છે. બહુમત માટે 100 બેઠકો મેળવવી જરૂરી છે. અહીં એક બેઠક પર ઉમેદવારના મોતના કારણે 199 બેઠકો પર ચૂંટણી થઈ હતી.

2013માં ભાજપને 163 બેઠકો પર જીત મળી હતી અને પાર્ટીને 46.03 ટકા મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ 34.27 ટકા મત શેર સાથે માત્ર 21 બેઠકો પર જીત મેળવી શકી હતી. રાજસ્થાનામાં હાલ મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજે છે. રાજસ્થાનના તમામ એક્ઝિટ પોલમાં કૉંગ્રેસ આગળ છે.

Related posts

ક્યા બુથમાંથી કેટલાં મત મળ્યાં એ જાણકારી ઉમેદવારને કઈ રીતે મળે છે?

Nawanagar Time

તાલાલા બેઠકની પેટા ચૂંટણી રદ્, જાણો શુ છે કારણ..

Nawanagar Time

હવે મોબાઈલમાં પોર્ટિબિલિટી વધુ સરળ અને સસ્તી, ટ્રાયે જાહેર કરી નવી ગાઈડલાઈન

Nawanagar Time

Leave a Comment