Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

રાજસ્થાન ચૂંટણી: ભાજપના ઉમેદવારના ઘરમાંથી મળી આવ્યું EVM.. ઓફિસર સસ્પેંડ.

election commission

ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભા (રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018)ની પાલી બેટકના રિટર્નિંગ ઓફિસરને હટાવવાના આદેશ આપ્યા છે.

ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભા (રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018)ની પાલી બેટકના રિટર્નિંગ ઓફિસરને હટાવવાના આદેશ આપ્યા છે. ભાજપના એક ઉમેદવારના ઘરમાં કથિત રીતે ઈવીએમ મળી આવ્યાં બાદ આ કાર્યવાહી  કરવામાં આવી. આ અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે એક સેક્ટર અધિકારી ઈવીએમ મશીન લઈને ભાજપના ઉમેદવારના ઘરે ગયો હતો. ત્યારબાદ સેક્ટર અધિકારીને હટાવવામાં આવ્યાં અને સંબંધિત ઈવીએમને ચૂંટણી પ્રક્રિયાથી બહાર કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે પાલીના રિટર્નિંગ અધિકારી મહાવીરને પણ હટાવવાના આદેશ આપ્યાં. આ બાજુ જોધપુરના રાકેશને કાર્યભાર સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો. ભાજપના ઉમેદવારના ઘરમાં કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન રાખ્યું હોવાનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે.

રાજસ્થાનમાં 74 ટકા મતદાન
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું જેમાં 74 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બે ત્રણ નાની ઘટનાઓને બાદ કરતા પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું. ચૂંટણી પંચે કહ્યું કે 74.02 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જે ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલા 75.23 ટકા મતદાનથી થોડું ઓછું છે.

પોલીસના જણાવ્યાંમુજબ બીકાનેરના કોલાયત અને સીકરમાં જૂથ અથડામણ થઈ હતી. અલવરના શાહજહાપુરના એક ગામમાં કેટલાક લોકોએ મતદાન કેન્દ્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જ્યાં અર્ધસૈનિક દળોએ હાલાત પર કાબુ મેળવવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાના કારણે મતદાનમાં વિધ્ન પડ્યું હતું.

બીકાનેરના કોલાયતમાં એક મતદાન કેન્દ્રની બહાર બે જૂથો વચ્ચે અથડામણ થઈ. એક વાહન ફૂંકી મારવામાં આવ્યું હતું. સીકરમાં પણ આવી જ ઝડપ થઈ હતી. પરંતુ મતદાન પર  કોઈ અસર થઈ નહી. અનેક મતદાન કેન્દ્રો પર ઈવીએમ તથા વીવીપેડ મશીનોને બદલવા પડ્યા હતાં જો કે તેની સંખ્યા નજીવી હતી. બુંદી જિલ્લાના હિંદોલી વિસ્તારમાં 102 વર્ષના કિશ્નીબાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

પાડોશી દેશનું પગલું, હવે કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર

Nawanagar Time

શેરબજારમાં 45 મિનિટ ટ્રેડિંગ થંભી ગયું

Nawanagar Time

જામનગરઃ સભ્ય નોંધણીમાં બે છેડાં ભેગા કરવામાં ભાજપને પરસેવો આવી ગયો

Nawanagar Time

Leave a Comment