Nawanagar Time
સ્પોર્ટસ

રાજસ્થાન રૉયલ્સ તેના જુના કોચને ફરી લીધા,ક્લિક કરી વધુ જાણો …

rajasthan-royals-retracted-their-old-coach-clicked-learn-more

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન પહેલા રાજસ્થાન રૉયલ્સ દ્વારા પોતાના નવા મુખ્ય કોચ તરીકે પૈડી અપટનને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાન રૉયલ્સ આઇપીએલની પ્રથમ સીઝનની વિજેતા રહીં ચૂકી છે. સતત ચાર વર્ષ સુધી અપટન રાજસ્થાનના કોચ તરીકે રહીં ચૂક્યા છે.

2013માં અપટનના માર્ગદર્શન હેઠળ આઇપીએલમાં રાજસ્થાનની ટીમે શાનદાર પ્રદર્શન કરી ટીમે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને એજ વર્ષે ટીમ ચેમ્પિયંસ લીગમાં ફાઇનલ સુધી પહોંચી હતી. તેમજ અટપનના માર્ગ દર્શન હેઠળ હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી 13 મેચમાં જીત નોંધાવી હતી.

રૉયલના ક્રિકેટ પ્રમુખ જુબીન ભરુચાએ જણાવ્યું હતું કે તેઓ જે અનુભવ સાથે ટીમને આગળ લઇ જશે તેની તુલના થઇ શકે તેમ નથી. એક કોચ, મેન્ટોર અને ટ્રેનરના રૂપમાં તેઓ એકદમ મોડર્ન સ્પોર્ટ્સના મહારથી છે. અમે ટીમ સાથે તેમના જોડાવાને લઇને ખૂબજ ઉત્સાહિત છીએ અને નવી સીઝન માટે તૈયાર છીએ.

ટી-20 ક્રિકેટમાં અપટન ખૂબજ અનુભવી છે. તેમણે આઇપીએલ, બિગ બેશ અને પાકિસ્તાન સુપર લીગની ટીમ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ સતત ચાર વર્ષ સુધી વિગ બેશ રમતમાં સિડની થંડરના કોચ રહીં ચૂક્યા છે અને 2016માં ટીમને વિજેતાના ખિતાબ સુધી પણ પહોંચાડી છે.

રાજસ્થાન રૉયલ્સના માલિક મનોજ બદાલેએ જણાવ્યું હતું કે અમને એ ઘોષણા કરતા ખૂબજ ખૂશી થઇ રહી છે કે પૈડી ટીમમાં સામેલ થઇ રહ્યા છે. અમે ફરી રાજસ્થાન રૉયલ્સ પરિવારમાં તેમનું સ્વાગત કરીએ છીએ, તેઓ એક એવા વ્યક્તિ છે જે રાજસ્થાન રૉયલ્સથી પરિચિત છે અને રમતમાં ઉચ્ચ સ્તર પર પહોંચ્યા છે.

Related posts

ભવિષ્યમાં બ્રેડમેનથી કમ નહિ હોય કોહલી: ચેપલ

Nawanagar Time

ધોની:દિલ હે હિંદુસ્તાની, તિરંગાનું સાચવ્યું માન

Nawanagar Time

રણવીર સિંહ પણ ટીમ લઈને  ઈંગ્લેન્ડ પહોંચ્યો

Nawanagar Time

Leave a Comment