Nawanagar Time
Uncategorized

31st ની પાર્ટીની તૈયારીઓ શરૂ : રાજકોટની ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો 32.31 લાખનો વિદેશી દારૂ..

Rajkot Crime Branch arrested 32.31 lakh foreign liquor.

ટ્રકમાં ભરીને લવાયો હતો વિદેશી દારૂનો જથ્થો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે મોર્ડન સ્કુલ પાછળ આવેલા ખેતરમાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી. જેમાંથી દારૂ કિંમત રૂપિયા 17,31,600નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત રૂપિયા 15,00,000 મળી કુલ રૂપિયા 32.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિદેશી દારૂની ટ્રક મુકી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Rajkot Crime Branch arrested 32.31 lakh foreign liquor.
Rajkot Crime Branch arrested 32.31 lakh foreign liquor.

રૂપિયા 32.31 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બૂટલેગરને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા.

31 ડિસેમ્બરના રોજ લોકો આગામી નવા વર્ષ 2019ને મનાવવા માટે દારૂની મહેફિલ સાથે ઉજવણી કરતા હોય છે.આવા સમયે બુટલેગરો પણ મોટા પ્રમાણ વિદેશીદારૂનો જથ્થો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજયમાંથી મંગાવતા હોય છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આવા ગુના આચરનારાને ઝડપી પાડવાની સૂચના અપાતાં શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભગવતીપરા મોર્ડન સ્કુલ પાછળ નાસીર ઈબ્રાહીમ મોડનું માલીકીનું પડતર ખેતર આવેલું છે.

Rajkot Crime Branch arrested 32.31 lakh foreign liquor.
Rajkot Crime Branch arrested 32.31 lakh foreign liquor.

ખેતરમાં ટ્રક નંબર RJ-19, GD-3427 માં વિદેશીદારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ખેતરમાંથી વિદેશીદારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાંથી વિદેશીદારૂની બોટલ 5,772 જેની કિંમત રૂપિયા 17,31,600નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ 15,00,000ની ટ્રક મળી કુલે 32.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ મુદ્દામાલ મુકી ફરાર થઈ ગયેલા બૂટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

નવાનગર સ્ટેટની ઐતિહાસિક ધરોહર સમા જોડિયાના રેકલેમેશન બંડની દુર્દશા

Nawanagar Time

ટેકાના ભાવે કપાસ ખરીદીમાં ખેડૂતો પાસે કાગળોની ઝેરોક્ષ મંગાતા નારાજગી

Nawanagar Time

આડેધડ ગ્રીલ ફીટ કરનાર વીજ કંપનીને અંતે નોટિસ

Nawanagar Time

Leave a Comment