Nawanagar Time
રાજકોટ

રાજકોટ ઝોન-1 વિસ્તારમાં પોલિસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું ખાસ પેટ્રોલીંગ…

રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી સિદ્ધાર્થ ખત્રી દ્વારા રાજકોટ શહેર પોલીસને સક્રિય કરી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી, વાહન ચેકીંગ તથા ઝડતી તપાસ કરી, ગેરકાયદેસર હથિયાર તેમજ પ્રોહીબિશન જુગારના કેસો કરવા તેમજ જાહેરનામા ભંગના કેસો કરવા શહેરના તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે….

રાજકોટ શહેર વિસ્તારમાં કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશના ભાગરૂપે રાજકોટ શહેર ઝોન 1 ડીસીપી શ્રી રવિ મોહન સૈની તથા એસીપી પૂર્વ પ્રદીપસિંહ જાડેજા તથા એસીપી ઉત્તર એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ ઝોન 1 વિસ્તારના એ ડિવિઝન, બી ડિવિઝન, કુવાડવા રોડ, થોરાળા, ભક્તિનગર તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે દરેક પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સ.ઇ.ઓએ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિતારમાં એરિયા ડોમીનેશન ની કાર્યવાહી હાથ ધરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું….

ઝોન 1 વિસ્તારના એ ડિવિઝન, બી ડિવિઝન, કુવાડવા રોડ, થોરાળા, ભક્તિનગર તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે દરેક પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સ.ઇ.ઓએ સ્ટાફ સાથે ગંજીવાડા, કુબલિયા પરા, ભવાનીનગર, ભગવતીપરા, સોરઠીયા વાડી, માંડા ડુંગર, કોઠારીયા સોલવન્ટ, વિગેરે વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરી, નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ, હદપાર થયેલ આરોપીઓ, પાસામાંથી છૂટેલા આરોપીઓને ચેક કરવામાં આવેલ હતા. ઉપરાંત, વાહન ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ ઇસમોની પણ તલાસી લેવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમિયાન એક તડીપાર ઈસમ તથા પ્રોહીબિશનના બે કેસો પણ શોધી કાઢવામાં આવેલ હતા. ઝોન 1 વિસ્તારની સઘન કાર્યવાહી દરમિયાન આરોપી કિશોર ગોવિંદભાઈ ચૌહાણ રહે. ભવાનીનગર શેરી ન. 9, કોઠારીયા નાકા, રાજકોટ કે જે ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોઈ અને રાજકોટ શહેર ઉપરાંત, રાજકોટ રૂરલ, મોરબી, જામનગર તથા સુરેન્દ્રનગર જેવા પાડોશી જિલ્લામાંથી પણ હદપાર હોવા છતાંય, રાજકોટ શહેરમાં પોતાના ઘરે દારૂ પીધેલ હાલતમાં મળી આવતા, હદપાર ભંગ તેમજ પ્રોહીબિશન ના અલગ અલગ બે ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ હતી. ઉપરાંત, ભવાની નગર ખાતે આરોપી નુતનબેન રવજીભાઈ ભટ્ટીને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો આથો મળી આવતા, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે…..

ઝોન 1 વિસ્તારમાં કરવામાં આવેલ સઘન કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે….

Related posts

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે

Nawanagar Time

અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફી અંગે જાહેર હિતની અરજીથી ખળભળાટ

Nawanagar Time

જંગ-એ-જસદણ : 2 કલાકમાં જસદણ તાલુકામાં 15.74 ટકા મતદાન…

Nawanagar Time

Leave a Comment