Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

સલમાનને લોન્ચ કરનાર રાજકુમાર બડજાત્યાનું નિધન

rajkumar-badjatya-who-started-salman-died

બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું છે. રાજશ્રી પ્રોડક્શનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર આપવામાં આવ્યા છે. રાજકુમાર બડજાત્યાનું બોલિવૂડમાં નોંધપાત્ર પ્રદાન છે. સલમાન ખાનને પ્રેમ તરીકે લોન્ચ કરવાનો શ્રૈય પણ તેમને જાય છે. તેમણે સલમાનને મેંને પ્યાર કિયાથી બ્રેક આપ્યો હતો અને સલમાન પણ બડજાત્યા પરિવારની બહુ નિકટ છે.

રાજશ્રી પ્રોડક્શનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ દુખદ સમાચાર પોસ્ટ કરતા જણાવવામાં આવ્યું કે બહુ દુખ સાથે જણાવવું પડે છે કે સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું નિધન થઈ ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.\

બોલિવૂડના ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ ટ્વિટ પોસ્ટ કતરીને લખ્યું કે શ્રી રાજકુમાર બડજાત્યાનું નિધન આજના સૌથી શોકિંગ સમાચાર છે. હજી ગયા અઠવાડિયે જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેમણે મારા અને મારા પરિવાર સાથે સારો સમય ગાળ્યો હતો. એ દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ લાગતા હતા અને હવે તેઓ ચાલ્યા ગયા છે.

રાજકુમાર બડજાત્યાએ પ્રોડ્યુસર તરકે પ્રેમ રતન ધન પાયો, વિવાહ, હમ આપ કે હૈં કૌન તેમજ મેંને પ્યાર કિયા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી જે બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તેમની છેલ્લી ફિલ્મ હમ ચાર 15 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.

Related posts

નેટફ્લિક્સ સહિતના પ્લેટફોર્મ ઉપર એક સાથે રિલીઝ થશે 17 ફિલ્મો

Nawanagar Time

ફિલ્મ ‘આર્ટિકલ 15’ નું ટ્રેલરે રૂંવાડાં કરી દીધા

Nawanagar Time

હ્રિતિક-કંગના ઝઘડામાં નવો ટ્વિસ્ટ, હ્રિતિકે કંગનાની મેન્ટલ હૈ ક્યા સાથે ટક્કર ટાળવા પોતાની સુપર 30ની રિલીઝ બદલી

Nawanagar Time

Leave a Comment