Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

રાજૂ હિરાની મામલે બોલી રવીના ટંડન

raju-hirani-speaks-for-ravi-tandon

આભિનેત્રી રવીના ટંડનને જ્યારે ડાયરેક્ટર રાજકુમાર હિરાની પર લગાવામાં આવેલ આરોપ પર વાત કરવામાં આવી તો રવીનાએ કહ્યુ કે આ સમય તે સિંટાની એ જ કમિટીની મેંબર છે, જ્યાં યૌન શોષણની ફરિયાદો આવી રહી છે, એટલા માટે તે આ સમયે પબ્લિકલી કોઇ નુ નામ લઇને કઇ નથી કહી શકતી. રવીનાએ જણાવ્યુ કે કમિટી હજી સુધી તમામ કેસ પર કામ કરી રહી છે, જલ્દી તેમની મીટીંગ થવાની છે , જેમાં તે હાલમાં સામે આવેલી ફરિયાદો પર વાતચીત કરશે.

રવીના કહે છે કે, ‘જેમકે તમને ખબર હશે કે સિંટા ની એડવાઇઝર કમિટીમાં હું છું, એટલા માટે આ વિશે પબ્લિક પ્લેટફોર્મ પર વાત નથી કરી શકતી. આ કેસ બસ હમણા જ બધાની સામે આવ્યો છે. આ બધા કેસને પરખવા માટે જલ્દી અમારી મીટીંગ થવાની છે. અમે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલ કેસોમાં એક્શન લીધુ છે. અમે જોઇશુ કે કેશ શુ છે. સિંટા એક એવી બોડી છે જે મહિલાઓને સપોર્ટ કરે છે.’રવીના ટંડન આગળ કહે છે કે, ‘એક મહિલા હવાના કારણે મારુ કહેવુ છે કે આપણે યૌન શોષણથી પીડિત મહિલાઓને સપોર્ટ કરવો પડશે. એકવાત એ પણ છે કે #Me Too જેવા ખૂબ મજબૂત અને જરુરી અભિયાનનો ખોટો ઉપયોગ પણ ન થવો જોઇએ, એના માટે આપણે ખૂબ સતર્કતા થી જોવુ સમજવુ પડશે કે કઇ સ્ટોરી સાચી છે અને કઇ ખોટી. કોઇનુ નામ લેતા પહેલા અમારે ફરિયાદની પૂરતી તપાસ અને તેના વિશે બધુ જ જાણવુ ખૂબ જરુરી છે કારણકે દરેક સ્ટોરીમાં કોઇના કોઇની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી જાય છે.

Related posts

રાની મુખર્જીનો ફિલ્મ ‘મર્દાની 2’નો પોલીસ ઓફિસર તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

Nawanagar Time

શાહરૂખના પ્રોડકશન હાઉસ હેઠળ બનેલ વેબ સિરીઝ સપડાઇ વિવાદમાં

Nawanagar Time

ઓહ..! ન્યુ યર પાર્ટીમાં એક કલાકના પર્ફોમન્સ માટે ઉવર્શી લેશે 3 કરોડ?!

Nawanagar Time

Leave a Comment