Nawanagar Time
ગુજરાત જામનગર

સવર્ણ આરક્ષણ બિલ મુદ્દે રાજ્યસભા સ્થગિત…

rajya-sabha-adjourned-on-the-issue-of-the

વિપક્ષે સત્ર વધારવાનો જોરદાર વિરોધ કર્યો : ‘પૂર્વોતર આજે સળગી રહ્યું છે જ્યાં સુધી રાજનાથ સિંહ આ વિશે કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી સદનમાં કોઈ બિલ પાસ નહીં થવા દઈએ’

જામનગર:-નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણ આપવાનું બિલ આજે રાજ્યસભામાં રજૂ કરાયું. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જો કે, રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા સત્ર વઘારવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગૃહની શરૂઆત થતાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યમાં સભામાં સવર્ણ અનામત બિલ રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા પછી ગૃહ 11.35 વાગે 25 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યસભાના નેતા અરુણજેટલીએ કહ્યું હતું કે, દેશ ઈચ્છે છે કે સંસદ ચાલે. એક મહત્વની બિલ પસાર કરવા ગૃહનો એક દિવસ વધારવામાં આવ્યો છે. તો વિપક્ષે સરકારનો સાથ આપીને આ કામકાજ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. રાજ્યસભાના અન્ય દિવસોમાં તો હોબાળાના કારણે કોઈ કામ થઈ શક્યું નથી પરંતુ જ્યારે હવે એક દિવસ વધારવામાં આવ્યો છે ત્યારે ગૃહમાં કામ થવું જોઈએ.

કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, સરકાર તરફથી અડધી રાતે આદેશ જાહેર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે,સરકાર પાસે બિલ લાવવાનો અધિકાર છે પરંતુ ગૃહ નિયમોથી ચાલે છે. સહમતી વગર સત્રનો એક દિવસ વધારી દેવામાં આવ્યું છે. બિઝનેઝ એડ્વાઈઝરીમાં પણ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૃહ ન ચાલવા માટે પણ સરકાર જ જવાબદાર છે. સરકારે વિપક્ષ સાથે વાત કરવી જોઈએ. સરકારનું કામ છે કે, તેઓ વિપક્ષના મુદ્દા સાંભળે અને ગૃહ ચલાવવાનું કામ તેમનું છે. શર્માએ કહ્યું કે, પૂર્વોતર આજે સળગી રહ્યું છે. જ્યાં સુધી રાજનાથ સિંહ આ વિશે કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી સદનમાં કોઈ બિલ પાસ નહીં થવા દઈએ. જો કે, લોકસભામાં ભાજપ પાસે પૂરતુ સંખ્યાબળ હોવાથી આ બિલ સરળતાથી પસાર થઈ ગયું હતું. બિલના પક્ષમાં 323 અને વિરોધમાં 3 વોટ પડ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસ-સપા-બસપાએ સમર્થનની વાત કરી હતી. જો કે, વિપક્ષી પાર્ટીઓએ લોકસભા ચૂંટણી નજીક છે અને ત્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હોવાથી સરકારના ઈરાદા સામે સવાલ ઉભા કર્યા હતા.

Related posts

કોવિડે કરાવી કાયાપલટ !

Nawanagar Time

જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત: એક મોત

Nawanagar Time

આચારસંહિતાને પગલે રોકડ વ્યવહાર બંધ: 40 ટકા આંગડિયાના શટર ડાઉન

Nawanagar Time

Leave a Comment