Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

રામ લખન’ના 30 વર્ષ પૂરા, માધુરી અને અનિલે કરી ઉજવણી 

ram-lakhans-30-years-full-madhuri-and-anil-kare-celebration

અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડીએ ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મ રામ લખનના 30 વર્ષ પુરા થવા પર ફેંસ માટે ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત એક સાથે ડાંસ કરતા નજર આવ્યા. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ફિલ્મ ‘રામ લખન’ ના પ્રખ્યાત ગીત ‘માય નેમ ઇઝ લખન’ પર પર્ફોમ કર્યુ.

અનિલ કપૂરે ટ્વીટર પર પોસ્ટ કરતા કહ્યુ કે ‘માય નેમ ઇઝ લખન’ ને 30 વર્ષ થઇ ગયા છે અને આ ખૂબ ખુશીની વાત છે કે લખન આજે પણ લોકોના ચહેરા પર સ્માઇલ લઇ આવે છે. તેણે માધુરીના વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે આ એક ખાસ આકસ્મિક લાભ છે કે અમે રામ લખનની એનિવર્સરીના અવસર પર સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. સારી વ્યક્તિ સાથે આ માઇલસ્ટોનને સેલિબ્રેટ કરવા વિશે વિચારી પણ નહોતો શકતો.

જો કે અનિલ કપૂરે આ ફિલ્મમાં લખનની ભૂમિકા નિભાવી હતી. તેના સિવાય ફિલ્મમાં લીડ રોલ માધુરીએ કર્યો હતો. માધુરીએ આ ફિલ્મમા રાધાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અનુપમ ખેરે માધુરીના પિતાની ભૂમિકા નીભાવી હતી. ફિલ્મનું ટાઇટલ સોંગ ‘માય નેમ ઇઝ લખન’ ખૂબ લોકપ્રિય થયુ હતુ. આ ફિલ્મ સુભાષ ઘાઇએ પ્રોડ્યૂસ અને ડાયરેક્ટ કરી હતી. સુભાષે તેના પહેલા જેકી શ્રોફને ફિલ્મ હીરોથી લોંચ કર્યો હતો. જો કે રામ લખન સિવાય અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ઘણી ફિલ્મોમાં નજર આવી ગયા છે અનિલ અને માધુરીએ 90 ના દાયકામાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. તેમણે પરિંદા, લજ્જા, રામ લખન, બેટા, ધારાવી જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતુ.

 

Related posts

કરણ જોહરે રાજકુમાર રાવ સાથે કરી 24 કરોડમાં ત્રણ ફિલ્મોની ડીલ

Nawanagar Time

શું તમન્ના અબ્દુલ રઝાક સાથે કરશે લગ્ન?

Nawanagar Time

હવે આવશે નસબંધી પર આધારિત ‘શુક્રાણુ’

Nawanagar Time

Leave a Comment