Nawanagar Time
નેશનલ

રામમંદિર વિવાદ વાતચીતથી ઉકેલવો જરૂરી: જસ્ટિસ બોબડે

ram-mandir-controversy-needs-to-be-resolved-by-talking-justice-bobde

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મધ્યસ્થીથી ઉકેલાતો હોય તો સુપ્રિમ કોર્ટ મદદ માટે તૈયાર

નવી દિલ્હી:રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ રહી છે. સુનાવણીની શરૂઆતમાં હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટની સામે પોતાનો પક્ષ  આજે સુપ્રીમ કોર્ટ તે વાત પર પોતાનો નિર્ણય આપી શકે છે કે શું આ મુદ્દે કોર્ટની બહાર મધ્યસ્થતાની મદદથી કેસનું સમાધાન શક્ય છે કે નહીં. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ વાતનો સંકેત આપ્યો હતો કે જો મામલો મધ્યસ્થતાથી ઉકેલાય છે તો સુપ્રીમ કોર્ટ પણ તેમાં મદદ માટે તૈયાર છે.

ફેબ્રુઆરીએ થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમની અધ્યક્ષતામાં મધ્યસ્થી દ્વારા સમાધાન મેળવવા વિશે સહમતી દર્શાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, એક ટકા ચાન્સ હોય તો પણ મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલાં ચીફ જસ્ટિસે અયોધ્યા કેસ સાથે જોડાયેલા દસ્તાવેજના અનુવાદવાળા રિપોર્ટ વિશે પણ દરેક પક્ષનું સૂચન  હતું.

એક પક્ષ તરફથી રજૂ થયેલા વકીલ રાજીવ ધવનનું કહેવું છે કે, અનુવાદની કોપીની તપાસ કરવા માટે તેમને 8થી 12 સપ્તાહનો સમય જોઈશે. રામલલ્લા તરફથી રજૂ કરાયેલા વૈદ્યનાથને કહ્યું કે, ડિસેમ્બર 2017માં દરેક પક્ષોએ દસ્તાવેજોનો અનુવાદ રિપોર્ટ તપાસ્યો હતો તો હવે તેઓ 2 વર્ષ પછી કેમ સવાલ ઉભા કરી  છે.

14 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરુદ્ધ 14 અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટે સુનાવણીમાં કેન્દ્રની તે અરજીઓને પણ સામેલ કરી છે જેમાં સરકારે જે જમીન વિવાદીત નથી તે તેમના માલિકોને સોંપવાની માંગણી કરી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે ભાજપ નેતા  સ્વામીને પણ હાજર રહેવા કહ્યું છે. સ્વામીએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર તેમને પૂજા કરવાનો અધિકાર છે અને તે અધિકાર તેમને મળવો જોઈએ.

5 જજની બેન્ચ કરી રહી છે સુનાવણી: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. તેમાં ચીફ જસ્ટિલ  ગોગોઈ સિવાય જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીર સામેલ છે. આ પહેલાં આ સુનાવણી 29 જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ તે દિવસે જસ્ટિસ બોબડે હાજર નહતા તેથી સુનાવણી પાછી ઠેલવામાં આવી હતી.

Related posts

હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

Nawanagar Time

ક્રિકેટની ‘બાઇબલ’ વિઝડનમાં દાયકાના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં કોહલીનો સામેલ

Nawanagar Time

‘પાતાલ લોક’ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

Nawanagar Time

Leave a Comment