Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગમાં ‘રામ રાજ’ : આડેધડ પુરાતી હાજરી

ram-raj-in-the-solid-west-section-of-jamnagar-municipal-corporation

સફાઇ થઇ કે નહીં, ગંદકી દૂર કરાઇ કે નહીં, ગટરો સાફ થઇ કે નહીં, કોઇ જોવા વાળુ નથી.. લૂંટો ભાઇ લૂંટો…

જામનગર:-અંધેર નગરી અને ગંડુ રાજાની માફક  જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઇ કર્મચારીઓની હાજરી પુરવામાં રામના રાજ જેવી સ્થિતી હોવાનું બહાર આવ્યું છે.

શહેરની પ્રજાના પૈસાથી પગાર, ભથ્થા, બોનસ મેળવતા કોર્પોરેશનના સેકડો કર્મચારીઓએ વિચારતા નથી કે પ્રજાના નાણાંનું વળતર આપવું પડે આ પંચનો પૈસો છે, તેનો દુરૂપયોગ ન થવો જોઇએ પરંતુ નાણાંકીય ગેરરિતી તો  કોઠે પડી ગઇ છે, નાક કાપ્યા બાદ પણ દર વખતે નવે નાકે દિવાળી જેવું હોય છે. ત્યારે સોલીડ વેસ્ટના જંગી સ્ટાફની કેવી મોનોપોલી ચલાવાય છે. તેની બાબતે ઓડીટે સોલીડ વેસ્ટ વિભાગને ઘ્યાન દોરી ખુલાસા માંગ્યા છે. તેમાંય હાજરીમાં તો સાવ રામ રાજ જેવી સ્થિતિ છે.

સફાઇ કામદારોની ફીટ નક્કી  છે. 300થી 600 ફુટની રેન્જ પ્રાથમિક રીતે અપાતી હોય છે વોર્ડ વાર વિભાજન કરી સુપરવાઇઝરને દેખરેખની  જવાબદારી સોંપાય છે. વહેલી સવારના અને સાંજના બે વખત સફાઇ ફરજીયાત કરવાની હોય છે જયારે મુખ્ય નક્કી કરેલા 36 પોઇન્ટસની રાત્રી સફાઇના હુકમ થયેલા છે. ત્યારે સફાઇ કામદારોની હાજરી પુરવામાં સાવ રામના રાજ  તેવી સ્થિતિ હોય છે કેમ કે સુપરવાઈઝર જ નિયમિત હાજર હોતા નથી તે શું સુપરવિઝન કરે બાદમાં હાજરીઓ એક સાથે પુરી નાખે તે બાબત પકડાય ત્યારે કે વીકલી ઓફનુ ખાનુ પણ ખાલી ન રાખ્યું હોય કેમ કે કાર્ડમાં હાજરી પુરવાનું કામ પણ બીજાને સોંપી દીધુ હોય, તેમજ અવેજી કામદારને  થાય તો અગાઉથી કમિશનની મંજુરી લેવી પડે પરંતુ અહીં તો મરજી પડે તેને રોજ ઉપર લઇ લેવાય છે. વળી જેમની સળંગ 180 દિવસની હાજરી થઇ હોય તેને જ અમુક ભથ્થા, સાધન, બોનસ, કપડા આપવાના હોય છે પરંતુ સોલીડ વેસ્ડ વાળા તો આડેધડ મરજી થાય તેને આ બધા લાભ આપે  યોગ્યને ઘણી વખત ટટળાવે છે.

Related posts

રીબેટ યોજના 31 જુલાઈ સુધી લંબાવાઈ

Nawanagar Time

જામ્યુકોના સંકૂલમાં કચરાનું ટ્રેકટર ઠાલવાયું

Nawanagar Time

લંઘાવાડના ઢાળિયે જર્જરિત મકાન ધરાશાયી: જેએમસી અજાણ!

Nawanagar Time

Leave a Comment