Nawanagar Time
જામનગર શહેર

રામ મંદિર નિર્માણ માટે જામનગરમાં વિરાટ ધર્મ સભા…

શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ એક ધર્મસભા યોજાઈ હતી જેમાં શહેરના તમામ હિન્દુ સંગઠન અને તમામ સંપ્રદાયના સાધુ સંતો જોડાયા હતા અને રામ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો

જામનગર શહેરમાં આજરોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક વિરાટ ધર્મસભા યોજવામાં આવી હતી. હિન્દુ સેનાના દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણની લડત વર્ષોથી ચાલી રહી છે,

હજારો વર્ષોમાં વિશ્વનું સૌથી મોટું જન આંદોલન કોઈના આધારથી આરંભ થયેલ નથી ઇસ.1950 થી ન્યાય પાલિકામાં પ્રયાસ ચાલી રહ્યા છે સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ ગત 8 વર્ષથી મુકદ્દમો ચાલે છે

આ પણ મૂળ મુકદ્દમાંની સુનવાઈ ટાળવા માટે દરેક પ્રકારની ચાલ ચાલી રહી છે અગાઉ કાયદાકીય કાર્યવાહીની સૂચના કયારે મળશે અને કેટલો સમય લાગશે એ કંઈ પણ નક્કી નથી.વર્તમાન પરિસ્થિતિમાં સમાધાન એ જ છે કે કેન્દ્ર સરકાર કાનૂન બનાવી અને સંસદમાં ખરડો પસાર કરી અને રામ જન્મ ભૂમિ ઉપર ભવ્ય મંદિરના નિર્માણ થાય.

આ કાર્યક્રમમાં જામનગરના તમામ સંપ્રદાય ના સાધુ સંતો, વિશ્વ હિન્દૂ પરિષદ સંગઠન ના લોકો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા

Related posts

કોરોનાને કારણે મુસાફરો-ટ્રાવેલ એજન્ટોની કફોડી હાલત: રિફંડ અટવાયા

Nawanagar Time

ચેતજો … જામનગરમાં લગ્ન પ્રસંગમાં પર્સ તફડાવતી ગેંગ સક્રિય

Nawanagar Time

કોર્પોરેશનના ઓરમાયા વર્તનથી શહેરની હદમાં આવેલા નવા વિસ્તારો અવિકસીત

Nawanagar Time

Leave a Comment