Nawanagar Time
હેલ્થ ટીપ્સ

લીચી જેવું દેખાતું ફળ રામબુટાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

ramboutan-fruit-is-very-beneficial-for-health

આમ તો બધાં ફળો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ શું તમે રામુબુતાન ફળ વિશે સાંભળ્યું છે? આ ફળ દેખાવમાં લીચી જેવું જ હોય છે. તેમાંથી પુષ્કળ માત્રામાં વિટામિન સી, કોપર, પ્રોટીન અને આયર્ન મળે છે. આ ઉપરાંત, 100 ગ્રામ રામબુટાન ખાવાથી શરીરને ફક્ત 84 કેલરી જ મળે છે. આ ફળમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો પણ હાજર છે, જે શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. આ ફળના વપરાશથી ઘણા ગંભીર રોગોથી સુરક્ષિત રહી શકાય છે.

રામબુટાન ફળના ફાયદા

  1. હાડકાં મજબૂત બનાવે છે:-

રામબુટાન ફળમાં પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ જોવા મળે છે, જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી લાંબા ગાળા સુધી હાડકાં મજબૂત રહે છે.

  1. ડાયાબિટીસમાં લાભદાયી:-

ચીનમાં થયેલા એક અભ્યા મુજબ, આ ફળ સાથે તેની છાલ પણ ખૂબ જ ગુણકારી છે. તેની છાલમાં એન્ટિ-બાયોટિક ગુણ જોવા મળે છે. જે ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થાય છે.

  1. ચામડી માટે ફાયદાકારક:-

રામબુટાન ફળના બીજ ત્વચાને તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. તેના બીજથી બનેલી પેસ્ટને ચહેરા પર લગાવવાથી ત્વચા પર પડેલા ડાઘા દૂર થઈ જાય છે અને સાથે સ્કિન પણ ગ્લો કરે છે. આ ફળ ત્વચાને હાઇડ્રેટ પણ કરે છે. ચહેરા પર દરરોજ આ પેસ્ટ લગાવવાથી ત્વચા નરમ અને મુલાયમ બને છે, તેમજ લાંબા સમય સુધી ત્વચા પર કરચલીઓ પડતી નથી.

  1. ચયાપચયની ક્રિયા સુધારે છે:-

રામબુટાન ફળમાં હાજર ફાઇબર ડાઇજેશનમાં સુધારો લાવે છે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ફળમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયા ગુણ આંતરડામાં હાજર બેકટેરિયાનો નાશ કરે છે.

  1. કેન્સર થતાં બચાવે છે:-

અનેક ગુણોથી ભરપૂર રામબુટાન ફળમાં એન્ટિ-ઓક્સિડન્ટ પુષ્કળ માત્રામા હોવાથી તે કેન્સર જેવા ગંભીર રોગથી શરીરને સુરક્ષિત રાખે છે. તેમાં રહેલું વિટામિન-સી શરીરમાં રહેલા રેડિકલ્સનો નાશ કરી શરીરને કેન્સર થતાં બચાવે છે. એક અભ્યાસ મુજબ, રામબુટાન ફળની છાલ શરીરમાં કેન્સરના કોષોની રચના થતાં અટકાવે છે. લીવરનું કેન્સર થતું અટકાવવા પણ આ ફળ ખૂબ ફાયદાકારક નીવડે છે.

Related posts

મોઢા પર માસ્ક અથવા દુપટ્ટો પહેરવાથી વિટામિન ડીની ઉણપ આવી શકે છે

Nawanagar Time

1.5કરોડ દર્દીઓ 2040 સુધીમાં દર વર્ષે કેન્સરનો ઈલાજ કરાવતા હશે…

Nawanagar Time

કોરોનાના દર્દી ઉપર આજથી આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ

Nawanagar Time

Leave a Comment