Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

“રોણા શહેરમાં રે…….” કચ્છની ‘કોયલ’ ગીતા રબારીએ વગાડયો વિશ્વમાં ડંકો…

gita rabari

 લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…….” ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે.

ગુજરાતની કચ્છી કોયલના નામે ઓળખાતી ગીતા રબારી નો જન્મ  31-12-1996ના રોજ કચ્છના તપ્પર ગામમાં થયો હતો. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાત ભરમાં નામના અને પગભર બન્યા.

અત્યારે કોઈપણ નાના મોટા પ્રસંગમાં તમે જાવ તો બધાના મોઢે એક જ ગુજરાતી સોંગ સાંભડવા મળતું હોય છે. અને તે સોંગ એટલે ‘રોણા શેરમાં રે……રોણા શેરમાં રે…….’ આ ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. થોડાક જ સમય માં આ ગીત એ સમગ્ર ગુજરાતમાં જ નઈ પરંતુ પુરા ભારત દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…….” ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળતા “મેક્સિમમ ગુજરાતી falk song on youtube ” વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા આજરોજ ભુજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી મિલન સોનીના વરદ હસ્તે ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત થતા કોયલે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા એન.આર.આઈ ફેસ્ટિવલમાં તેમનું સન્માન કરાયું હતું. વર્લ્ડ રેકોર્ડ અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું અને સ્થાનિકના વર્લ્ડ રેકોર્ડના જજીઝને ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા. કચ્છની દીકરીને વર્લ્ડ લેવલ માટે જે નામના મળી તે અંગે અહીંના અગ્રણીએ પોતાની સંસ્થાઓ ના સહયોગ પણ આપ્યો હતો.

 

Related posts

ધ બિગ બુલ: લાંબા સમય બાદ જુનિયર બચ્ચનની વાપસી

Nawanagar Time

‘એવેન્જર્સ એન્ડગેમ’ની વિશ્વભરમાં ધમાકેદાર શરૂઆત, પહેલાં દિવસે 1400 કરોડ રૂપિયાની કમાણી કરી

Nawanagar Time

બૉલિવૂડના દૈત્યનો ભયાનક અંત

Nawanagar Time

Leave a Comment