Nawanagar Time
ગુજરાત જામનગર

રંગમતી-નાગમતી નદી ‘ગટર’ બની

rangamati-nagamati-river-becomes-sewer

જામનગર:-સુજલામ્-સુફલામ્ યોજના અંતર્ગત જામનગરની રંગમતી-નાગમતી નદીને ગત તા.1 મે 2018ની સાફ કરવાનું  હાથ ધરાયું હતું. આ સફાઇ કામગીરીમાં સંસ્થાઓના 3થી 4 જેસીબી જોડાયા હતાં. એક મહિનાની મહેનત બાદ રંગમતી-નાગમતી નદીને ચોખ્ખી કરવામાં આવી હતી. પરંતુ આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. માત્ર એક વર્ષના ટૂંકા સમયગાળામાં રંગમતી-નાગમતી નદી ગટરની જેમ ગંદકી-કચરાથી ખદબદવા લાગી છે. જેથી નદીને ફરીથી સાફ કરવાની જરૂરીયાત  થઇ છે.

નદીમાં કચરો ઠાલવવાનું કામ બેરોકટોક ચાલી રહ્યું હોવાથી ટૂંકા સમયગાળામાં નદી ફરીથી ગંદકીથી ખદબદવા લાગે તેવી દહેશત છે. નદીમાં ગંદકી બાબતે તંત્રની બેદરકારીના કારણે આસપાસના રહેવાસીઓ માટે શ્ર્વાસ લેવો પણ કપરૂ બની ગયું છે. ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે.  ચાલુ વર્ષ જામનગરની કેનાલો સાફ કરવા  યોજના હેઠળ કામગીરી હાથ ધરાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રંગમતી,-નાગમતીને સાફ રાખવાની તસ્દી પણ તંત્ર દ્વારા લેવામાં આવે તેની તાતી જરૂર છે.

Related posts

જામનગર જિલ્લાના 23 જળાશય ઓવરફલો

Nawanagar Time

લાલપુરને બાનમાં લેતું ભૂગર્ભ ગટરનું કામ : લોકો ત્રસ્ત

Nawanagar Time

ભાજપથી ત્રસ્ત ગ્રામ્ય વિસ્તારની પ્રજા કોંગ્રેસને સાથ આપશે : જયંતિભાઈ સભાયા

Nawanagar Time

Leave a Comment