Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુરના જામવાડી ગામે રેન્જ પોલીસે દેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડ્યા

range-police-arrest-jamal-jamwadi-village-in-jamjodhpur-with-two-liquor-barons

જામનગર: જામજોધપુર તાલુકાના જામવાળી ખાતે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી બે શખ્સોને દેશી દારૂના વિશાળ જથ્થા સાથે પકડી પાડ્યા છે. આ પ્રકરણમાં ગંગાજડીયાનેશના એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેન્જ પોલીસે ગઈ કાલે રવિવારે જામજોધપુર પંથકના જામવાડી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલિસે એક્ટિવા મોટર સાયકલ પર પસાર થતા યુનુશ  સુલેમાન ઇસાભાઇ રાવકરડા  ઉ.વ.29 ધંધો-ડ્રાંઇવીગ રહે-હુચરાજીના મંદિરા પાસે જામવાડીના જાપા પાસે જામજોધપુર અને સોહીલ મામદભાઇ ઇસ્માઇલભાઇ  ઉ.વ.23 ધંધો-ડ્રાંઇવીગ રહે-હુચરાજીના મંદિરા પાસે જામવાડીના જાપા પાસે વાળા શખ્સોને આંતરી લઇ તલસી લીધી હતી જેમાં આરોપીઓના કબ્જામાંથી પાસ પરમીટ વગર દારુ લીટર 118, કિંમત રૂ. 2360 તથા એકટીવા મોસા કીરૂ 20,000 તથા રોકડા રૂ. 1500 તથા મોબાઇલફોન નંગ-02 કી રૂ. 5,500 મળી કુલ રૂ. 29,360નો મુદામાલ મળી આવ્યો હતો. આ જથ્થો  સરમણ દેવાભાઇ મુસાર રહે ગંગાજડીયાનેશ તા.જામજોધપુર જી.જામનગર  વાળા શખ્સે પૂરો પાડ્યો હોવાની વિગતો સામે આવી હતી. જેથી પોલીસે આ શખ્સને ફરાર જાહેર કરી ત્રણેય શખ્સો સામે  ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

જામનગર જિલ્લા સહકારી બેંકમાં રાજકીય ચંચૂપાત ફગાવતી ટ્રીબ્યુનલ

Nawanagar Time

માંડવી ટાવર અને સુભાષ માર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ થતી રેંકડીઓ ડીટેઈન

Nawanagar Time

કાલાવડ પંથકમાં પાકવીમો, મોંઘવારી પ્રશ્ર્ને હૈયાવરાળ ઠાલવતા પ્રજાજનો

Nawanagar Time

Leave a Comment