Nawanagar Time
ગુજરાત જામનગર

તીનપત્તી ખેલતા અડધો ડઝન શખ્સોને પકડી પાડતી રેન્જ પોલીસ

range-police-arresting-half-a-dozen-peoplewho-playing-teenpatti

રૂપિયા તેર હજારની રોકડ કબ્જે કરી સીટી એ પોલીસને હવાલે કરાયા : સીટી એ પોલીસે પણ ત્રણ શખ્સોને આંતરી લીધા

જામનગર:-જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસ દફ્તરની હદમાં આવતા ઘુવાવ નાકા વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસના સ્ટાફે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અડધો ડઝન શખ્સોને પોલીસે રોકડ સાથે આંતરી લઈ સીટી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા  જ્યારે સીટી એ પોલીસે પણ આ જ વિસ્તારમાંથી ત્રણ શખ્સોને  ઘોડી પાસા ફેંકી જુગાર રમતા પકડી પડ્યા છે.

જામનગરમાં ધુંવાવ નાકુ કોલી વાસ,જાહેર શૌચાલય પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની રાજકોટ રેન્જ પોલીસને બાતમી મળી હતી આ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં તીન  જુગાર રમી હાર જીત કરતા નવલસીંહ ચંદુભા રાણા  રહે ભોડેશ્વર સોસાયટી રામેશ્વરનગર, હીતેન્દ્રસીંહ નટુભા જાડેજા રહે રાંદલનગર રાંદલમાતાના મંદીર પાસે, બસીર મુસાભાઈ ખફી રહે ઉનની કંદોરી સુમરા ચાલી સામે, સંજયસીંહ જીલુભા જાડેજા રહે મીગકોલોની બ્લોક નં 8, નરેશ ઉર્ફે સાંઈ નેમરાજ ગ્યાનચંદાણી રહે સાધનાકોલોની બ્લોક નં એલ-57, મીલનભાઈ બચુભાઈ  રહે ખંભાળીયા નાકા બહાર નાગરપરા નામના શખ્સોને પોલીસે આંતરી લીધા હતા. પોલીસે તમામ શખ્સોને કબ્જા માંથી રૂપિયા 13,200ની રોકડ રકમ કબ્જે કરી, તમામની અટકાયત કરી સીટી એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.

આ દરોડા બાદ સીટી એ ડિવિજન પોલીસે પણ આ જ વિસ્તારમાં લટાર મારી ઘોડી પાસા ફેંકી જુગાર  સંજય જાદવજીભાઇ પિપળીયા, નાથાલાલ ગોવીંદભાઈ સરવૈયા, સંજય બાબુલાલ રાઠોડ, રહે તમામ કોળીવાસ સુભાષ શાક માર્કેટ પાસે નામના શખ્સોને રૂપિયા 750ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.;

Related posts

દરેડ ગૌશાળાના દબાણ પ્રકરણમાં તંત્રએ ભાંગરો વાટ્યો

Nawanagar Time

દરેડ જીઆઇડીસી ફેસ-3માં વિકરાળ આગ

Nawanagar Time

ભાજપના રાજમાં ખેડૂતો આત્ત્મહત્યા કરવા મજબૂર: જયંતિભાઈ સભાયા

Nawanagar Time

Leave a Comment