Nawanagar Time
ગુજરાત જામનગર

રણજીત સાગર નવપલ્લવિત, ખેડૂતોના હૈયા પુલકિત

ranjit-sagar-navpallivat-farmers-heart-pulakit

જામનગર:-જામનગર શહેરના લોકોને પીવાનું પાણી પૂરૃં પાડતા અને લોકોની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમને સૌની યોજના અન્વયે પાણીથી ભરવામાં આવ્યો  રણજિત સાગર ડેમમાં પાણી ઠાલવતા શહેરીજનો ને તો પીવાના પાણી નસીબ થયા જ છે, સાથો સાથ ડેમ ભરવા નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું છે જેનાથી ડેમ ના આગલા ભાગે આવેલા ચેક ડેમ પણ છલકાઈ ગયા છે, જેનાથી જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ પુલકિત થઇ ઉઠ્યા છે.

જામનગર શહેરીજનોને પીવાનું પાણી  પાડતા રણજીતસાગર ડેમમાં આ વર્ષે પાણી ઉપલબ્ધ ન હતું, હવે સૌની યોજના મારફતે આ ડેમમાં નવ ફૂટ જેટલું નર્મદાનું પાણી આવી ગયું છે, અને આ ડેમમાંથી પાણીનું લિફ્ટિંગ પણ શરૂ થઇ ગયું છે. શહેરીજનો માટે બે મહિના સુધી પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે, જોકે રણજિત સાગર ઉપરવાસના ગામના ખેડૂતોને  વધુ ફાયદો થઇ ગયો છે. કેમ રણજિત સાગર ભરવા પાઇપ લાઈનના બદલે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, ડેમ સુધી પાણી પહોંચતા એક સપ્તાહથી દસ દિવસનો સમય લાગ્યો, એટલે સમય નદી ઉપર જેટલા જેટલા ચેક ડેમ હતા, તે તમામ છલકાઈ ગયા હતા, અને નદી આસપાસના બંને કાંઠે કૂવાના તળ ઊંચા  ગયા છે.

આજી-3 ડેમમાંથી પાણીનો જથ્થો વાણિયા-વાગડિયા ડેમ સુધી લઈ જવામાં આવ્યો છે, ત્યાંથી નદીના પટમાં પાણીનો જથ્થો દેવામાં આવ્યો હતો, આ પાણી રણજીતસાગરમાં ઠાલવવામાં  આવ્યું છે. ર4 કલાકમાં ર4થી રપ એમસીએફટી પાણી ઠાલવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું.

રણજીતસાગર ડેમમાં ઉતારતા શિયાળાએ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં જથ્થો આવી ગયો  જામનગરવાસીઓ માટે આગામી ઉનાળાના દિવસો આકરા નહી પડે. કારણ કે, આજી-3 ડેમમાં પણ જામનગર માટે પૂરતો પાણીનો જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે.

જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજના અન્વયે પાણી ઠાલવાતા એક રીતે એવામાં આવે તો ચોમાસુ સુધી પાણી પ્રશ્ન હલ થઇ ગયો છે, સાથોસાથ ચેકડેમો વિના વરસાદે છલોછલ થઇ  ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતો ખુશ થઇ ઉઠ્યા છે. કેટલાક ખેડૂતો એ પાક બચાવવા ચેકડેમ વાટે પાણી ઉપાડવાની શરૂ કરી દીધું છે. ચેક ડેમ ભરાઈ જતાં આસપાસના કૂવા સરવાણી આવવાની શરૂ થઇ ગઈ છે, અને કૂવાના તળ આવી ગયા છે.

લગભગ ર4 કિ.મી. સુધી આ પાણી પાઈપલાઈન મારફત અને ત્યારપછી  કિ.મી. સુધી નદી થકી ઓપન કેનાલ મારફત રણજીતસાગર ડેમમાં ઠાલવાયું છે, એટલે કે 10 કિમિ સુધીનો નદીના બંને કાંઠા પલ્લવિત થઇ ઉઠ્યા છે.  તળિયા ઝાટક રજીણસાગર ડેમ પાણીની લબાલબ દેખાતો થયો છે, આથી નગરજનોના અને ખેડૂતોને હૈયે ટાઢક વળી ગઈ છે.

Related posts

જામ્યુકોની કચરો ઉપાડતી એજન્સીનું કૌભાંડ ખૂલતા બ્લેક લિસ્ટ કરવા માંગણી

Nawanagar Time

ખાનગી જમીન પરથી દૂર કરાશે ઝૂંપડપટ્ટી, લોકોને મળશે ફ્લેટ

Nawanagar Time

નિવૃત્તિના લાભ માટે શિક્ષકો પણ હક્કદાર

Nawanagar Time

Leave a Comment