Nawanagar Time
ગુજરાત જામનગર

રણજીત સાગર છલકાશે: ‘નવાનગર ટાઈમ’નો અહેવાલ સાચો ઠર્યો

ranjit-sagar-will-be-flooded-nawanagar-time-report-is-correct

1પ મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થયેલા અહેવાલની ઝલક વચગાળાના બજેટમાં

જામનગર:-જામનગર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ‘સૌની યોજના’ હેઠળ કનેકશન ન હોવા છતાં રણજીત સાગર ડેમમાં નર્મદા ડેમનું પાણી ઠાલવવામાં આવશે, તેવો અહેવાલ ‘નવાનગર ટાઈમ’ દ્વારા ગત્ તા.1પ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે  વચગાળાના બજેટમાં સંપૂર્ણપણે સત્ય સાબિત થયો છે. -લોકસભા ચૂંટણીને પગલે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યની વિકાસ ગાડીને આગળ થપાવવા માટે અનેક યોજનાકિય જોગવાઈઓની જાહેરાતો કરી હતી. જે અંતર્ગત બજેટ દરમિયાન જ નીતિનભાઈએ જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન  પડે તે માટે રણજીત સાગર ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવશે તેવી સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

Related posts

પરવાનગી પાસ મેળવવા કલેકટર કચેરીમાં ટિફિન સર્વિસ, કરિયાણાવાળાઓની કતારો

Nawanagar Time

નયારા એનર્જીના પ્રદૂષણના પાપે અત્યારથી જ ગંભીર જળકટોકટી

Nawanagar Time

જામનગરમાં ફરસાણની ફેરી કરતા પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત..

Nawanagar Time

Leave a Comment