Nawanagar Time
ગુજરાત જામનગર

ભરઉનાળે રણજીતસાગરની સપાટી 9 ફૂટ ઉપર પહોંચી

ranjit-sagars-surface-reached-9-feet-in-full

જળસંકટ હળવુંફૂલ: સૌની યોજના હેઠળ સતત ઠાલવાતો જળ જથ્થો

જામનગર:-જામનગરના ખાલીખમ પડેલા રણજીતસાગર ડેમમાં ગત તા.2 માર્ચથી સૌની યોજના મારફત મચ્છુ-2 ડેમમાંથી પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યા બાદ હવે ડેમની સપાટી 9 ફુટથી વધવા પામી છે.

જે જામનગર માટે બે માસ ચાલે તેટલો જળ જથ્થો આવી ગયો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે  પર જળસંકટના વાદળો ઘેરાયા હતા તેવા સમયે જ સરકાર દ્વારા સૌની યોજના હેઠળ મચ્છુ-2 ડેમથી ઉંડ-1 ડેમના સંપમાં અને ત્યાર બાદ રણજીતસાગર ડેમની ઉપરવાસમાં નદીના ચાલુ થતાં વહેણ સુધી મહાકાય પાઇપલાઇન મારફત નર્મદાના નીર ઠાલવવાનું ચાલુ થતાં વચ્ચે આવતા કોંઝા, મોટી ભલસાણ, વાણીયાગામ સહિતના ગામોના સાત નાના ચેકડેમો પણ  થયા બાદ રણજીતસાગર ડેમમાં પાણી આવી પહોંચ્યું હતું. હાલમાં ખાલીખમ ભાસતા આ ડેમમાં વિપૂલ જળરાશિ હિલોળા લઈ રહી છે. વધુમાં નર્મદાના નીરની સતત આવકને કારણે હાલમાં રણજીતસાગર ડેમની જળસપાટી 9 ફુટને પાર કરી ગઈ છે. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કંટ્રોલીંગ અધિકારી ડી.એચ. છત્રાળાએ જણાવ્યું હતું કે, ડેમમાં હાલ બે  ચાલે તેટલું એટલે કે 151 એમસીએફટી પાણી આવ્યું છે. મ્યુ. તંત્ર દ્વારા આ ડેમમાંથી દૈનિક 20 એમએલડી પાણી લેવાનું શરૂ કરી દેવાયું છે.

 

Related posts

યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ખોલાયા

Nawanagar Time

એલસીબીના જાંબાઝ વશરામભાઇ ભાજપમાં જોડાયા

Nawanagar Time

10.6 ડીગ્રી: જામનગર જિલ્લામાં ઠંડીનું જોર યથાવત

Nawanagar Time

Leave a Comment