Nawanagar Time
નેશનલ

રોજગારીની સાથે રાફેલની ફાઈલો પણ ગાયબ: રાહુલ

raphael-files-also-disappeared-with-employment-rahul

નવી દિલ્હી:-લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર રાફેલ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે સુપ્રીમ કોર્ટેમાં મોદી સરકારે માન્યું કે, રક્ષા મંત્રાલયમાંથી તેમની અમુક ફાઈલો ચોરી થઈ ગઈ છે. ત્યારપછીથી જ  નિંદા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસે ફરી એક વાર સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ફાઈલોની ચોરી થઈ છે તેનો અર્થ એમ કે  હકીકત હતી. તે ફાઈલોમાં સ્પષ્ટ લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સોદાબાજી કરી છે અને આજે આ વાત દરેક વ્યક્તિ કહી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાયપાસ સર્જરી કરી છે.

આ સરકારના રાજમાં રોજગાર-ખેડૂતોના મુદ્દાની સાથે સાથે રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ રહી છે. મોદી સરકારનું  દરેક વસ્તુ ગાયબ કરવાનું છે.

Related posts

ક્રિશ-4માં પ્રિયંકાની જગ્યા લેશે દીપિકા

Nawanagar Time

LIVE ચૂંટણી પરિણામ : ચૂંટણી જીતવા માટે કયા રાજ્યમાં કેટલી સીટ જરૂરી ?

Nawanagar Time

સમગ્ર દેશમાં જીઓની મળશે વાઇફાઇ વોઇસ – વિડિઓ સર્વિસ

Nawanagar Time

Leave a Comment