Nawanagar Time
સ્વાદ પકવાન

શાકની ગરજ સારતી કાચી કેરીની અચારી ચટણી

raw-mango-sapphire-sauce

સામગ્રી:-

  • 300 ગ્રામ કાચી કેરી
  • અડધો કપ સરસોનું તેલ
  • બે ટેબલસ્પૂન અધકચરી વાટેલી વરિયાળી
  • બે ટેબલસ્પૂન અધકચરી વાટેલી પીળી સરસો
  • બે ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક ટેબલસ્પૂન અધકચરી વાટેલી મેથી
  • અડધી ટેબલસ્પૂન હળદર
  • પોણી ચમચી અધકચરા વાટેલા કાળામરી
  • એક ચપટી હિંગ
  • એક ટેબલસ્પૂન વિનેગર
  • એક ચમચી સરસોના દાણા
  • એક ચમચી વરિયાળી
  • અડધી ચમચી જીરું

બનાવવાની રીત:-

કાચી કેરીને સ્વચ્છ પાણીથી ધોઇને કપડાથી બરાબર લૂછી લો. ત્યારબાદ કેરીને છોલીને નાના ટુકડામાં સમારી લો. ગેસ પર કડાઇ ગરમ કરવા મૂકો. ત્યારબાદ એક ચમચી તેલ ગરમ કરી અંદર કેરીના ટુકડા નાખો અને મિક્સ કરી હલાવી-હલાવીને જ્યાં સુધી કેરી નરમ ન પડે ત્યાં સુધી ચડવા દો. કેરીના ટુકડા નરમ પડી જાય એટલે ગેસ બંધ કરી એક બાઉલમાં કાઢી લો અને ઠંડા પડવા દો. કેરીના ટુકડા ઠંડા થઈ જાય એટાલે મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.

અથાણા માટે મસાલા તૈયાર કરવા એક પેન ગરમ કરો. ત્યારબાદ અંદર અડધો કપ સરસોનું તેલ નાખી ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દો. ત્યારબાદ અંદર જીરું અને સરસોના દાણા નાખી થોડીવાર સાંતળી લો. અંદર આખી વરિયાળી, હીંગ, વાટેલી વરિયાળી, વાટેલી પીળી સરસો, વાટેલા મેથી દાણા, હળદર, વાટેલાં કાળામરી, લાલ મરચું અને મીઠું નાખી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર કેરીની પેસ્ટ નાખો અને મિક્સ કરી લો.

બધા જ મસાલા અને કેરીની પેસ્ટ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી પેનને નીચે ઉતારી ચટણીને થોડી ઠંડી પડવા દો. ચટણી થોડી ઠંડી થઈ જાય એટાલે અંદર વિનેગર નાખી બરાબર મિક્સ કરી લો. ચટણી ઠંડી થઈ જાય પછી કાચની સ્વચ્છ કોરી બરણીમાં ભરી ફ્રિજમાં રાખવી.

  • આ ચટણીને બીજી કોઇ ચટણીમાં મિક્સ કરી શકાય છે, જેનાથી ચટણીના સ્વાદમાં વધારો થાય છે.
  • કેટલાંક ભરેલા શાકના સ્ટફિંગ માટે પણ આ ચટણીનો ઉપયોગ કરી શકાય છે.
  • આ ચટણી ભજીયા, સમોચા, કચોરી કે રોટલી-પરાઠા સાથે પણ લઈ શકાય છે.
  • આ ચટણીમાં વિનેગરનો ઉપયોગ કર્યો હોવાથી લાંબા સમય સુધી બગડતી નથી.

Related posts

આજના ભોજન માં ઘરે બનાવો આ સ્વાદીષ્ટ કેળાની કોફ્તા કરી

Nawanagar Time

ઘરે એકવાર બનાવી જુઓ આ સ્પેશિઅલ રાજસ્થાની દાળ ઢોકળી

Nawanagar Time

મધર્સ ડે સ્પેશ્યલ રેસિપીઃ ઘરે જ બનાવો ગરમી માં ઠંડક આપતી મેંગો મટકા કુલ્ફી

Nawanagar Time

Leave a Comment