Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં આર.સી. ફળદુ અને વસુબેન ત્રિવેદી વખતનો જૂથવાદ ફરી સપાટી પર

rc-in-jamnagar-fodders-and-vasuben-trivedis-groupism-once-again-on-the-surface

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં ખુદ ભાજપના જ કોર્પોરેટરોની વાત જ સાંભળવામાં ન આવતી હોવાની ચર્ચા

જામનગર:-જામનગર મહાનગર પાલિકામાં વિકાસ કામોના મુદે ભાજપના કેટલાક નગર સેવકો ખુદ ભાજપના સતાધીશો સામે પોકારી રહ્યાં છે. લાંબા સમયથી વિકાસ કામગીરી બાબતે સતાધીશો નગરસેવકોને જવાબ આપી રહ્યાં નથી. મહાપાલિકા દ્વારા કામગીરી થઇ રહી ન હોવાની ફરીયાદ એક પછી એક ભાજપના જ કોર્પોરેટરો કરી રહ્યાં છે પરીણામે ભાજપ શાસિત મહાનગર પાલિકામાં ભુતકાળની જેમ ફરીથી જુથવાદ સપાટી પર આવી રહ્યો હોવાનું ફલીત થઇ રહ્યું છે.

મળતી વિગતો પ્રમાણે ગણપતનગર, સિદ્ધાર્થનગર, દેવનગર, પીઠડાઈનગર અને રેલવે લાઇન વિસ્તારમાં પાયાની સવલતો માટે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કમલાસિંગ રાજપૂત સહિતના ચારેય નગર સેવકોએ અનેક વખત લેખિત- મૌખિક રજૂઆત કરી છે, છતાં મહાપાલિકાએ પ્રાથમિક સવલતો આપી નથી. છેલ્લે સાત દિવસનો સમય માંગી ચારેય ભાજપના નગરસેવકોએ ભાજપ  શાસિત મહાનગર પાલિકા સામે રજૂઆત કરી છે.

જામનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. એવી વાત ચાર દીવાલો વચ્ચે થતી હતી પરંતુ તાજેતરમાં જામનગર એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ સંગઠન અને રાઘવજી પટેલ ખુલીને સામ-સામે ભાજપના સભ્યોની પેનલ બનાવી ચૂંટણી લડ્યા ત્યારે ચર્ચાઓને સત્યરૂપ મળ્યું હતું. હવે આ પ્રકારનો અસંતોષ કોર્પોરેટરોમાં પણ જોવા મળી રહ્યો છે.

જિલ્લા સંગઠન બાદ છેલ્લા એકાદ વર્ષથી એટલે કે વિધાનસભા ચૂંટણી ચકરાવા વખતેથી શહેર સંગઠન અને ભાજપના નગરસેવકો વચ્ચે જૂથવાદ વધુ પ્રબળ બન્યો હતો વસુબેન ત્રિવેદી જ્યારે રાજ્ય મંત્રી હતાં તે સમયે તેની નજીકના નગરસેવકો અને કાર્યકરો મહાનગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યા હતા અને તેઓનો પડ્યો બોલ ઝિલવામાં આવતો હતો, અન્યથા અધિકારી હોય કે નગર સેવક કે પછી ભાજપ કાર્યકર હોય, તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવતા હતા, પરંતુ વિધાનસભામાં વસુબેનનું જ્યારથી પત્તુ કપાયું છે ત્યારથી તેની સામેનું જૂથ મજબૂત બન્યું છે.

આ ચર્ચાઓ સત્ય ત્યારે પુરવાર થઈ જ્યારે મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં વસુબેન જૂથને સિફતતા પૂર્વક સફાયો કરી એક પણ હોદ્દો ન અપાયો, ત્યારથી માંડી અત્યાર સુધી વસુબેનની નજીકના નગરસેવક પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા હોય તેવો તાલ હાલ સર્જાયો છે.

Related posts

પાણી પ્રશ્ને લોકો ટ્રેકટરમાં બેસી રજૂઆત કરવા પહોંચ્યા

Nawanagar Time

ચીનની ચાંચિયાગીરી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન

Nawanagar Time

જામનગરમાં વહેલી સવારથી 14 ટીમો દ્વારા વીજ ચેકિંગ: પ્રજામાં દેકારો

Nawanagar Time

Leave a Comment