Nawanagar Time
ગુજરાત જામનગર

રી-સર્વે ખૂટતું જ નથી: રાજાશાહીમાં સાંકળથી થતી ઝડપી માપણી

re-survey-is-not-missing-a-quick-measurement-of-the-chain-in-the-monarchy

2010થી શરૂ થયેલો પાયલોટ પ્રોજેક્ટ દાયકો પુરો થશે તોય વૈતરણી પાર ન થઇ

જામનગર:-જામનગર જિલ્લામાં રી સર્વે ખુટતુ જ નથી અને ખુબીની બાબત એ છે કે રાજાશાહીમાં સાંકળથી  થતી તો પણ અત્યાર કરતા તો ઝડપી થઇ જતી તેમ એક રીતે કહી શકાય છે કેમ કે ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લા (ત્યારે જામનગર-દ્વારકા બંને)માં પાયલોટ પ્રોજેકટ તરીકે જીપીએસ-આધુનીક ટેકનોલોજીથી ખેતીની તમામ જમીનોના રી સર્વે કરવાનું સરકારે નકકી કર્યુ હતું. પરંતુ વૈતરણી પાર ન જ થઇ તમામ 1 લાખ 97  સર્વે નંબર ફરીથી મપાય જાય એટલે એકયુરસી આવશે તેવું આદર્શ ચિત્ર ઉપસેલુ હતું અને હૈદ્રાબાદની કંપનીને કોન્ટ્રાકટ રાજ્ય સરકારે આપ્યો, આ કામગીરી કરી જે ઇમેજીશે તૈયાર થઇ તેમાં ખુબ જ ભુલ આવી અને ખેડૂતોને ભારોભાર અસંતોષ થયો કેમ કે નવી માપણી થઇ તેમાં ક્ષેત્રફળ ફરી ગયા, હર દીશા ફરી  સ્થળ ફરી ગયા એટલે ફરીથી અરજીઓ થઇ, ફરીથી માપણી થઇ તો, ફરીથી ભુલ થઇ, ફરી અરજીઓ થઇ આવી અસંતોષ ભરેલી કામગીરી વરસોથી એટલે કે 2010થી ચાલે છે તેનો ચીંતા જ નથી.

કબજા બદલી જાય છે: એજન્સીને કાઢી મુકવી પડી

રી સર્વે શરૂ થયુ ત્યારબાદ કબજા ફરી ગયા, (ગામડામાં તો  દબાય તો ધારીયા ઉડેને), ક્ષેત્રફળની ભુલ આવી, જુના નકશા સાથે મેચીંગ ન આવ્યું, અંતે હૈદ્રાબાદની એજન્સીને કાઢી મુકવી પડી અને હવે ડીપાર્ટમેન્ટલી કામ ચાલે છે જેમ જેમ અરજી આવે છે તેમ તેમ રી સર્વેના રી સર્વે, રી સર્વે, રી સર્વે ચાલુ જ છે તેમાંય ગામડાના લોકો ત્રાસી ગયા હોય  તો સમજાવવા પડે છે કેમ કે ગુઠાનો ય ફરક આવે તો 101 ચો.મી.નો ફરક પડી જાય હાલ જમીન કેટલી મોંઘી થઇ છે આટલા ફેરફાર થાય, કેટલી કિંમત થાય તે કોઇને કેમ પરવડે? આવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે. ખેતીની જમીન ખેડૂતને જીવથી વ્હાલી હોય આ સ્થિતિ હાલ સ્ફોટક બની ગઇ છે.

સાંકળથી માપતા (રાજાશાહીમાં) તો પણ સંતોષ હતો

અગાઉના જમાનામાં રાજાશાહીમાં શંકુ માપણી કહેવાતી સોળ કળીનીની 10મીટરની એટલે કે 33 ફુટથી થોડી મોટી સાંકળ અપતી અને ગામમાં માપણી દારો બબ્બે-ત્રણ મહીના રોકાતા ત્યારે કામ પુરૂ થતુ તેનું રાજાશાહી ટીપ્પણ બનતુ, બાદમાં પ્લેન ટેબલ પઘ્ધતિ આવી જેમાં ટેપનો ઉપયોગ થવા લાગ્યો,  પ્રીઝમ વાળુ ટોટલ ટેશનમશીન આવ્યુ જેના વાયરથી લેપટોપ જેવા મશીનમાં રેકર્ડ ઉતરે, પેન ડ્રાઇવ જેવુ ઉપયોગમાં લઇ રેકર્ડ મેન્ટેન કરે, અત્યારે જીપીએસ આવ્યુ જેમાં ઉંચો બેઝ બનાવી ફરતે આપવુ પડે તે રીતે માનવી માપણી થાય છે અને ખુબ જ ભુલો આવે છે કેમ કે ચોડસાઇ નથી. એક એકર, 4000  એટલે અઢી વીઘા એટલે 1600 મીટરે એક વીઘો, 16 ગુઠાએ એક વીઘો અને અને એક ગુઠાએ 101 મીટર આ તમામ ચોકસાઇ રાખવી પડે.

Related posts

જામનગરમાં 8 ડીગ્રી, મોસમનો સૌથી ઠંડો દિવસ

Nawanagar Time

જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો

Nawanagar Time

સિક્કામાં ગણતંત્ર દિવસની રંગેચંગે ઉજવણી

Nawanagar Time

Leave a Comment