Nawanagar Time
સ્પોર્ટસ

ટીમમાં રહેવા માટે વિકેટકિપર બનવા તૈયાર: હૈંડ્સકોમ્બ

ready-to-be-a-wicketkeeper-for-the-team-handscomb

ભારત વિરુદ્ધ પહેલા ટી20માં વિકેટકીપરની ભૂમિકા નિભાવી ચોંકાવનારા ઓસ્ટ્રેલિયાના પીટર હૈંડ્સકોમ્બે કહ્યું કે, તે વનડેમાં પણ આ ભૂમિકા નિભાવવા ઈચ્છએ છે. તેણે કહ્યું કે, તે આ માટે ફિટનેસ પર પણ કામ કરવા તૈયાર છે. મહત્વનું છે કે, હૈંડ્સકોમ્બને ભારત વિરુદ્ધ પ્રથમ ટી20માં નિયમિત વિકેટકીપર એલેક્સ કૈરી પર મહત્વ આપવામાં આવ્યું, જેથી ઓસ્ટ્રેલિયાની વિશ્વકપની ટીમમાં તેની જગ્યા બનાવવાની સંભાવના વધી છે.

હૈંડ્સકોમ્બે કહ્યું, હું વિકેટકીપિંગ કરી શકુ છું, મારે માત્ર તે નક્કી કરવાનું છે કે હું ફિટ રહું જેથી હું 50 ઓવરના મેચમાં પહેલા ફીલ્ડિંગ બાદ પણ ચોથા કે પાંચમાં ક્રમે બેટિંગ કરી શકું અને નક્કી કરુ કે હું વિકેટ વચ્ચે ઝડપથી રન દોડી શકું. કૈરીની 5 મેચોની વનડે સિરીઝ માટે ટીમમાં વાપસી કરવાની આશા છે પરંતુ હૈંડ્સકોમ્બને તક મળવા પર તે આ પ્રવાસમાં વિકેટકીપરની ભૂમિકા જાળવી રાખવા ઈચ્છે છે.

ક્રિકેટ,કોમ.એયૂએ હૈંડ્સકોમ્બના હવાલાથી કહ્યું, ટી20માં ગેમ ઝડપી હોય છે. વનડેમાં થોડી મુશ્કેલી હોય છે. વિશેષકરીને ભારતમાં થોડી ગરમીની વચ્ચે અને સ્પિન અનુકૂળ પિચો પર વિકેટોની નજીક ઉભુ રહેવું પડે છે. તેણે કહ્યું, તેથી તે આકરુ હોઈ શકે છે પરંતુ હું તેના માટે ઉત્સુક છું.

Related posts

વિરાટ કોહલીની સળંગ ચોથી હાર

Nawanagar Time

ધોની જો ફિટ હોય તો તેને ભારત માટે રમવુ જોઇએ :રોહિત

Nawanagar Time

હાર્દિકે ધોનીને પૂછ્યું: કેવો લાગ્યો મારો હેલિકોપ્ટર શોટ

Nawanagar Time

Leave a Comment