Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોમાં હજૂ ગૂંજતા રિટાયર્ડ ચીફ ઓડિટરના કારનામાંઓ

recognized-retired-chief-auditor-reforms-in-jmc

જન્મ તારીખના ડોકયુમેન્ટ્સ સાથે ચેડાં કર્યા અને સડસડાટ પ્રમોશન પણ મેળવી લીધા, સારી એવી ઉચાપત કર્યાની પણ આશંકા

જામનગર:-જામનગર મહાનગરપાલિકામાં અનેક ભ્રષ્ટ અધિકારીઓના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓના કારણે જામનગર મહાનગરપાલિકા  થઈ રહી છે. હાલ પણ જામનગર મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા ચીફ ઓડીટરના કારનામાંઓનું ભૂત પીછો છોડવાનું નામ લેતું નથી. આ અધિકારીએ પોતાની જન્મ તારીખના ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા બાદ પ્રમોશન પણ સડસડાટ મેળવી લીધું હતું અને મસમોટી ઉચાપત કરી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના અધિકારીઓના કારણે  પ્રજાના કેટલા પૈસા બગડશે? તે અંગે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. ‘મારે તો હવે નોકરી કરવી જ નથી’, હું તો થાકી ગયો છું, કોર્પોરેશનમાં કોઇ સીસ્ટમ જ ફોલો કરતું નથી તેમ બોલી બોલી પોતાને સત્યવાદી સાબિત કરવામાં સતત વ્યસ્ત રહેનારા રીટાયર્ડ ચીફ ઓડીટરના કારનામાઓ હજૂ જામ્યુકોમાં ગુંજે છે તેમાંથી પ્રેરણા  તેના બાદના તુરંત પણ જમાવટ કરી રહ્યાં છે. આ મહાશય અગાઉ ટેકસ ઓફીસર હતાં ત્યારે મિલકત વેરાના અસંખ્ય વોરંટમાં સહીઓ કરી બાદમાં તે વોરંટ બજાવ્યા નહી, સમજી શકાય કે તેણે તે વોરંટ જેની સામે હતા તેની સાથે શું ડીલ કરી હશે? આ ઉપરાંત ભાઇએ પોતાની જન્મ તારીખના ડોકયુમેન્ટ્સ સાથે  કર્યા અને સડસડાટ પ્રમોશન પણ મેળવી લીધા હતાં તેમજ તેમણે સારી એવી ઉચાપત કર્યાની પણ આશંકા છે અને ગંભીર ઓડીટ પ્રકરણોમાં ખૂબ મોટી ગોઠવણ કરી હોય, કરવી પડી હોય તેવા પ્રકરણો હવે તેમના રીટાયરમેન બાદ ચર્ચામાં આવ્યા છે. જેની તપાસ થવી ઘટે છે માટે રીટાયર્ડ ચીફ ઓડીટર સામે સીધી  જ અરજી કરી સનસનીખેજ તપાસ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મહાશયે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવની અમલવારી કર્યા વગર અનેક કેસો ચાલુ જ રાખ્યા તેની પાછળનો ઇરાદો પણ શુદ્ધ ન હતો. અનેક કારનામાંઓ અંગે તેઓ ફરજ ઉપર હતાં ત્યારે પણ અરજીઓ થયેલી, નોટિસ પણ મળેલી અને હવે વધુ ગંભીર  ઉજાગર થઇ રહે છે.

કોની ‘કૃપા’થી પગલાં ન લેવાયા?

અત્યંત ગંભીર ગેરરીતિઓ અને બાકી તપાસની સ્થિતી હોવા છતાં રીટાયરમેન્ટ મંજૂર થઇ ગયું નિવૃતિ પહેલા ખુબ રજાઓ ભોગવી અને લગભગ મોટા ભાગનું તો સમુનમુ પણ કર્યુ ત્યારે કોની કૃપાથી પગલા ન લેવાયા તે અંગે જામ્યુકોના વર્તુળોમાં ચર્ચા છે. જેમાં એક પ્રોજેકટ જેમાં ગાંધીનગર અને ઉધોગગૃહનું ગઠબંધન હોય તે પ્રકરણ ટચ કરતાં સારી ઓફર થઇ અને પોતે અનટચ રહ્યાંની પણ ચર્ચા છે.

Related posts

ધ્રોલમાં ચકચારી ફાયરીંગ પ્રકરણ સંદર્ભમાં વધુ એક પોલીસ ફરિયાદ

Nawanagar Time

ભાજપ-કોંગ્રેસના નગરસેવિકા દ્વારા ધરણાંમાં રાતવાસો

Nawanagar Time

બેડી ગેઈટ સ્વામીનારાયણ મંદિર 14 દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ

Nawanagar Time

Leave a Comment