Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બે ક્રિકેટના ડબ્બા પર રેડ

reddish-on-two-cans-in-jamnagar

બંને ડબ્બા પરથી ત્રણ શખ્સો પકડાયા : પોણા બે લાખની મત્તા કબ્જે: સાત પન્ટરોની સંડોવણી બહાર આવી

જામનગર:-જામનગરમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર ચાલતા બે  સટા પર સ્થાનિક ગુન્હા શોધક શાખા અને રાજકોટ રેંજ પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં એક સ્થળ પરથી બે અને એક સ્થળ પરથી બે સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે બંને સ્થળોએથી રોકડ સ્થિત પોણા બે લાખની મતા કબજે કરી છે.

જામનગરમાં મેન્ટલ હોસ્પિટલ પાછળ આનંદ કોલોની શેરી નંબર ચારમા રહેતો   રાહુભા ઝાલા નામનો સખ્સ પોતાના મકાનમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતો હોવાની રાજકોટ રેંજ પોલીસને બાતમી મળી હતી જેના આધારે પીઆઈ એમએમ વાળા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમીયાન મકાન માલિકઅશ્વિનસિંહ રાહૂભા ઝાલા  તેના સાથીદાર જયપાલસિંહ પ્રવિણસિંહ સોઢા જીવંત પ્રસારણ નિહાળી રન ફેર અને સેસન સહિતનો સટ્ટો  આબાદ મળી આવ્યા હતા.જેસ્મીન નામના સખ્સો સટ્ટો રમતા હોવાની વિગતો બહાર આવી છે જેમાં વિસનગરનો સખ્સ કપાત લેતો હોવાનું સ્પષ્ટ થયુ છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન નંગ -7 કી.રૂ 40,500, ટી.વી સેટટોપ બોક્ષનો સેટ સહીત કી.રૂ 20,500 તથા રોકડા રૂપીયા 16350,લેપટોપ કી.રૂ 10,000 અને બે મોટરસાયકલ કિ.રૂ 60,000  કુલ મૂદામાલ કિંમત રૂપીયા 1,47,350ની મતા કબજે કરવામાં આવી હતી. સીટી બી ડીવીજન પોલીસે આ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સાધના કોલોની બ્લોક ન-એમ-3 રૂમ નંબર-222માં રહેતો 1) સંજયભાઇ વસંતભાઇ ભદ્રા નામનો સખ્સ પોતાના રહેણાંક મકાને આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધરે એલસીબીએ દરોડો  હતો જેમાં સંજય મેચ પર હાર જીત અને સેસન સહિતનો સટ્ટો લેતા આબાદ પકડાઈ ગયો હતો. પોલીસે  27000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમીયાન ભરતભાઇ રહે. જામનગર અને જામ રહે. જામનગર તથા અજયભાઇ રહે. જામનગર વાળા પન્ટરોની સંડોવણી ખુલવા પામી હતી.

Related posts

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મણવર સામે પોલીસમાં ફરિયાદથી ખળભળાટ

Nawanagar Time

નિશા ગોંડલિયા યશપાલસિંહને બદનામ કરે છે: રાજપૂત સમાજ લાલઘૂમ

Nawanagar Time

વર્ચ્યુઅલ સંવાદમાં કોરોનાની પરિસ્થિતિની છણાવટ કરતા પૂનમબેન માડમ

Nawanagar Time

Leave a Comment