Nawanagar Time
ગુજરાત જામનગર

રખડતા ઢોર મુદ્દે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશનો ઉલાળિયો

referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle

રસ્તા ઉપર ખુલ્લેઆમ વેંચાતો ઘાસચારો

જામનગર:-જામનગરમાં રખડતા ઢોરના ત્રાસથી રોષે ભરાયેલા જાગૃત નાગરિકોએ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં મનપાના કમિશ્નર, નાયબ પોલીસ અધિક્ષક તથા ઢોર માલીકો સામે ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં બંને પક્ષની રજૂઆતો  લીધા બાદ ગત તા.20 નવેમ્બર 2018 ના રોજ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે શહેરમાં રખડતા ઢોરને લીધે ઉભી થતી જાહેર ત્રાસદાયક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મનપાના કમિશ્નરને હુકમ કર્યો હતો.

આટલું જ નહીં આ માટે પાંજરાપોળની વ્યવસ્થા કરવા,ખાસ કરીને ચોમાસામાં ઢોર પકડવા મોટી સંખ્યામાં માણસો અને મશીનરી લગાડવા,ગેરકાયદેસર ઢોરના વાડો બનાવી  માર્ગો ઉપર અને શેરીઓમાં ઢોર રાખતા તેમજ જાહેર માર્ગો પર ઘાસનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસની સાથે રહી કાયદેસરની કાર્યવાહી કરી કરેલી કાર્યવાહીનો અહેવાલ 90 દિવસમાં રજૂ કરવા જણાવ્યું હતું.

પરંતુ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ તો દૂરની વાત રહી મહાનગરપાલિકાએ 90 દિવસમાં કરેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ ન  એસડીએમના આદેશનો સરેઆમ ઉલાળિયો કર્યો છે.બીજી બાજુ શહેરના માર્ગો પર હજુ પણ રખડતા ઢોરની સમસ્યા જેમની તેમ હોય રખડતા ઢોર હજુ કેટલા વ્યકિતનો ભોગ લેશે તેવો સવાલ શહેરીજનોમાં ઉઠયો છે.

referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle

રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ તો દૂરની વાત જામ્યુકોએ 90 દિવસમાં અહેવાલ પણ આપ્યો નહીં રખડતા ઢોરની ઢીંકે બે  મૃત્યુ જામનગરમાં રખડતા ઢોરના ત્રાસે હદ વટાવી છે.

મુખ્ય માર્ગો પર ઢોરના અડીંગાથી વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.આટલું જ નહીં રખડતા ઢોરની ઢીંકથી બે વ્યકિતના મૃત્યુ પણ નિપજયાં છે છતાં મનપા કંઇ નકકર ઉકેલ લાવી શકી નથી.

referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle
referral-to-the-subdivisional-magistrates-order-on-the-issue-of-stray-cattle

ઢોરના રજિસ્ટ્રેશનના હુકમનો પણ ભંગ એસડીએમે આદેશમાં ઢોર માલિકોને પશુઓનું રજીસ્ટ્રેશન  જણાવ્યું હતું. તદઉપરાંત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વાડામાં કે ગૌશાળામાં પશુઓ ન રાખવા તેમજ પશુઓને જાહેર રોડ,રસ્તા,શેરીઓમાં છુટા ન મૂકવા તથા પશુઓના બગાડ વગેરેનો સુરક્ષિત નિકાલ કરવા પણ હુકમ કર્યો હતો.પરંતુ ઢોર માલિકો દ્વારા એસડીએમના આદેશનો ઉલાળિયો કર્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે.

Related posts

જામનગર જિલ્લામાં પશુ ડોક્ટરની ઘટના પાપે બીમારીથી પીડાતા પશુઓ

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો આજથી ‘ભૂતપૂર્વ’

Nawanagar Time

પૂર્વ સાંસદના પુત્રવધૂને જાનથી મારી નાખવા ધમકી

Nawanagar Time

Leave a Comment