Nawanagar Time
જામનગર

હાશ… જામનગરીઓને ઠંડીમાં રાહતઃ લઘુત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી

જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનમાં ચાર ડીગ્રીનો વધારો થતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર તથા દેવભૂમિ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં તથા મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત્ તા. ર૧.૧ર.ર૦૧૮ ના લઘુત્તમ તાપમાન ૯.પ ડીગ્રી નોંધાયું હતું, પરંતુ ત્યારપછી તાપમાનમાં સતત વધારો થયો હતો. છેલ્લા ચાર દિવસમાં ચાર ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રીને પણ પાર કરી ગયું છે. મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા બે દિવસમાં એક ડીગ્રી જેટલો વધારો થયો હતો. તેમજ વાતાવરણમાં રહેલા ભેજ અને પવનની ગતિમાં પણ ઘટાડો થયો હતો. લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં થયેલા વધારા અને ભેજ તથા પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં પણ ઘટાો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬પ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪.પ કિ.મી.ની રહેવા પામી હતી.

Related posts

ભૂજિયો કોઠો રિપેર કરવા વધુ એક મુદ્દત, પણ શુ ખરેખર થશે રિપેર ?

Nawanagar Time

જામનગર-કચ્છને જોડતો બ્રીજ ધરાશયી, અન્ય ત્રણ જોખમી

Nawanagar Time

લાખોટા તળાવમાં વિદેશી પક્ષીઓની જાણકારી આપતાં બોર્ડ ભૂંસાઈ ગયાં

Nawanagar Time

Leave a Comment