Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ જામનગર

રેપિસ્ટોને મોઢા પર થપ્પડ મારતી શોર્ટ ફિલ્મ ‘ધ કલેશ’ રિલીઝ

જામનગર : વર્તમાન સમયમાં મહિલાઓ પર ગેંગરેપ સહિતની ઘટનાઓ દિવસેને દિવસે પ્રકાશમાં આવી રહી છે ત્યારે સાંપ્રત પરિસ્થિતીને પગલે રાજકોટમાં શૂટ થયેલ શોર્ટ ફિલ્મ ધ કલેસ મહિલાઓ પ્રત્યે ખરાબ દ્રષ્ટિકોણ રાખનાર તત્વોના ગાલ પર સણસણતો તમાચો મારે છે. શોર્ટ ફિલ્મમાં ગેંગરેપ પીડીત મહિલાની વેદના બતાવવાનો અને મહિલાઓ પ્રત્યેના ખરાબ દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કરાયો છે. વધુમાં આ ફિલ્મ યુકેના પ્રખ્યાત હોલિવૂડ લિફ્ટ ઓફ ગ્લોબલ નેટવર્ક ફિલ્મ ફેસ્ટિવલ અને મધ્ય પ્રદેશના કલાકારી ફિલ્મ ફેસ્ટિવમાં નોમિનેટ થતા રાજકોટ માટે ગર્વની વાત કહી શકાય તેમ છે.

મહિલાઓ પર અત્યાચાર અને ગેંગરેપ જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાલમાં રાજકોટ ખાતે શૂટીંગ કરાયેલી હિન્દી શોર્ટ ફિલ્મ ’ધ ક્લેશ’ મહિલાઓ પ્રતિ ખરાબ દ્રષ્ટિકોણ રાખનાર બદમાશોના મોઢા પર તમાચો મારે છે, આ ફિલ્મની શૂટિંગ રાજકોટના ન્યારી ડેમ તેમજ અલગ-અલગ સ્થાને કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢની જાણીતી યુ-ટ્યુબર રિદ્ધિ પટેલ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જેમના અપોઝીટ નેગેટિવ રોલમાં ગૌતમ પરમાર નજરે ચડે છે. તેમજ અન્ય કલાકારોમાં રવી ગોંડલિયા, ભાવિતા જેઠવા, જય કોટક, શિવાંગ ગોહિલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

મહિલાઓના હિત માટે બનાવવામાં આવેલી 13 મીનીટની આ ફિલ્મમાં મહિલાઓ પ્રતિ પુરૂષો કે યુવાઓનો ખરાબ દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કરાયો છે. ધ કલેશ શોર્ટ ફિલ્મના લેખક અને ડિરેક્ટર દિનેશ ઝાલા છે. જેઓ અગાઉ ગુજરાતી મોટા બેનરની ફિલ્મ પરોલ નંબર 56 અને રઘુ સીએનજીમાં કાસ્ટિંગ દિગ્દર્શન રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ બોલિવૂડ પત્રકાર તરીકે યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. જેમને અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી બધી જાણીતી સેલિબ્રિટીના ઈન્ટરવ્યુ કર્યા છે. વધુમાં આ ફિલ્મ પ્રકાશ દવે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. જેઓ ઘણા સમયથી રાજકોટ શહેરમાં પત્રકારીતા ક્ષેત્રમાં કાર્ય કરે છે.

ડ્રિંમ પિક્ચર બેનર હેઠળ બનેલ આ ફિલ્મ ગુજરાતની પહેલી ફિલ્મ છે. ગેંગરેપ જેવા મુદ્દા પર હિન્દી ભાષામાં બનાવવામાં આવેલી આ ફિલ્મમાં એક પીડિતની વેદના અને સાચી હકીકત દેખાડવામાં આવી છે. હાલમાં આ ફિલ્મ યુ.કેના પ્રખ્યાત હોલિવૂડ લિફ્ટ ઓફ ગ્લોબલ નેટવર્ક ફિલ્મ ફેસ્ટિવલ અને મધ્ય પ્રદેશના કલાકારી ફિલ્મ ફેસ્ટિવમાં નોમિનેટ થઈ છે ફક્ત બાર મિનિટની ફિલ્મ અને રાજકોટમાં શૂટ થયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિટેન થવી રાજકોટ અને ગુજરાત માટે ગર્વની વાત છે. ઉલ્લેખનિય છે કે, મહિલાઓ પર થતા અત્યાચાર જેવી ઘટનાને રોકવાના અનોખા મેસેજ સાથે રીલીઝ થયેલી આ ફિલ્મ કદાચ રાજકોટની પહેલી હિન્દી શોર્ટ ફિલ્મ હશે જે ગેંગરેપ જેવા મુદ્દા પર આધારીત હોય.

Related posts

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત

Nawanagar Time

તો ‘મિશન મંગલ’ જોવી કે નહીં? complete review

Nawanagar Time

પૂનમબેન માડમનો ઠેર-ઠેર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

Nawanagar Time