Nawanagar Time
ગુજરાત જામનગર

વીજ ગ્રાહકોને રાહત : મીટર ભાડા પરનો ૠજઝ રદ કરતી ગુજરાત હાઇકોર્ટ

relief-for-power-consumers-gujarat-high-court-which-canceled-meter-rentals

અમદાવાદ:-ગુજરાત હાઇકોર્ટે મીટરભાડું, મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18 ટકા જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી મીટર ભાડાં પરનો જીએસટી વીજળી કંપની લઈ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે.

ટોરેન્ટ પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેકશનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઉકોર્ટમાં પડકાર્યો હતો.ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચૂકાદો આપતા કહ્યું કે, પાવર સપ્લાય અને તેને લગતી આનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઇએ. જો મુખ્યસેવા પર જીએસટી ન હોય તો આનુષાંગિક સેવાઓ પણ જીએસટી મુક્ત હોવી જોઇએ.

પાવર સપ્લાય કરતી કંપનીઓ અનુષાંગિક સર્વિસ પર જીએસટી લાગે તેવા નિર્ણય રદ કરતો ચૂકાદો આપ્યો હતો.જેથી હવે વીજળી બિલની આનુષાંગિક સેવાઓ પર જીએસટી લાગશે નહીં. જેનો ફાયદો ટોરેન્ટ પાવર તેમજ અન્ય પાવર સપ્લાય કરતી તમામ કંપનીઓને લાગુ પડશે.

વધારામાં સરકારે આ સિદ્ધાંતને ધ્યાનમાં લઇને જીએસટી પહેલાં જો સર્વિસ ટેક્સ લેવાયો હોય તો તે પણ રદ કરીને પરત કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યાર બાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ મળશે. આમ આ લાભ પાવર સપ્લાય કરતી કંપનીઓએ ગ્રાહકોને આપવો પડશે. કેન્દ્રના પરિપત્ર મુજબ વીજ કંપનીઓ પૂરક સેવાઓ પર જીએસટી લેતી હતી. જે ગ્રાહકોને વીજળી બીલ 1 હજાર રૃપિયાનું હોય તેમાં રૃ. 400 મીટર ભાડાના લગાવામાં આવતા હતાં. તેના પર 18 ટકા લેખે રૃ. 72 મીટર ભાડું જીએસટી લેવામાં આવતું હતું.

Related posts

જામનગરમાં વેલેન્ટાઈન-ડેના દિવસે માતા-પિતાનું પૂજન!

Nawanagar Time

જીઆઈડીસી ફેસ-3માં વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય

Nawanagar Time

દેવભૂમિ જિલ્લામાં આજ રાતથી વરસાદ પડશે: કનુભાઈની આગાહી

Nawanagar Time

Leave a Comment