Nawanagar Time
હેલ્થ ટીપ્સ

કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર

relief-news-for-cancer-patients

કેન્સર પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે. કેન્સરની 42 નોન-શિડ્યુલ્ડ દવાઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે આ માટે ટ્રેડ માર્જિન 30 ટકા સુધી મર્યાદીત કર્યું છે. જે બાદ આ દવાઓની કિંમતમાં 85 ટકા સુધી સસ્તી થઈ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી (NPPA)એ જનહિતમાં ડ્રગ્સ ઓર્ડર, 2013ના પેરા 19 અંતર્ગત કેન્સરની સારવારમાં કામ આવતી 42 નોન-શિડ્યુલ્ડ દવાઓને શામેલ કરી છે.

105 બ્રાન્ડ્સની MRP 85 ટકા સુધી ઘટશે

NPPA પાસે હાલના ડેટા મુજબ, આ દવાઓમાં 105 બ્રાન્ડ્સની મેક્સિમ રિટેલ પ્રાઈસ 85 ટકા સુધી ઘટી જશે. હાલમાં કેન્સરની સારવારમાં ઉપયોગ કરાતી 57 શિડ્યુલ્ડ દવાઓ પ્રાઈઝ કંટ્રોલ હેઠળ છે. નોટિફિકેશન અનુસાર હવે MRP પર ટ્રેડ માર્જિન 30 ટકા સુધી મર્યાદીત કરવા માટે કેન્સરની સારવારમાં ઉપયોગ કરાતી 42 દવાઓને સિલેક્ટ કરવામાં આવી છે.

દવા કંપનીઓને અપાયો 7 દિવસનો સમય

નોટિફિકેશનમાં કહેવાયું છે કે, NPPA પાસેના હાલના ડેટા મુજબ, તેનાથી 72 ફોર્મ્યુલેશન્સ અને લગભગ 355 બ્રાન્ડ્સ કવર થશે. આ લિસ્ટને અંતિમ રૂપ આપવા માટે હોસ્પિટલ્સ અને ફાર્મા કંપનીઓ પાસેથી ડેટા એકઠો કરાઈ રહ્યો છે. દવા કંપનીઓની કિંમત ફરીથી કેલક્યુલેટ કરવા અને તેની જાણકારી NPPA, રાજ્યોના ડ્રગ કંટ્રોલર, સ્ટોકિસ્ટ્સ અને રિટેલર્સને આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

8 માર્ચથી લાગૂ થશે નવી કિંમતો

નવી કિંમતો 8મી માર્ચથી લાગૂ થશે. NPPA હાલમાં નેશનલ લિલ્ટ ઓફ ઈસેન્શિયલ મેડિસિન્સ (NLEM)માં રહેલી દવાઓની કિંમત નક્કી કરે છે. અત્યાર સુધીમાં 1 હજાર દવાઓને પ્રાઈસ કંટ્રોલ હેઠળ લાવવામાં આવી છે. નોન-શિડ્યુલ્ડ દવાઓમાં માટે પ્રત્યેક વર્ષે 10 ટકા સુધી કિંમત વધારવાની અનુમતિ છે. તેની દેખરેખ NPPA કરે છે.

 

Related posts

ગર્ભાશયના મુખનું કેન્સર

Nawanagar Time

કેમિકલયુક્ત ફળો છે જીવલેણ,આ રીતે કરો તાજા ફળોની ઓળખ…

Nawanagar Time

સપ્લિમેન્ટ્સનો ઉપયોગ, જોખમને આમંત્રણ

Nawanagar Time

Leave a Comment