Nawanagar Time
ગુજરાત જામનગર

સલાયા મત્સ્ય બંદરનું સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનિકરણ

renovation-of-salaya-fisheries-port-at-a-cost-of-three-and-a-half-crores

ધારાસભ્ય હકુભા જાડેજાએ વિદ્યાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતાં મત્સ્યઉદ્યોગ મંત્રીનો જવાબ

જામનગર:-વિદ્યાનસભાના સત્રમાં જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મત્સ્ય ઉદ્યોગનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને સલાયા મત્સ્ય  નવીનીકરણનું કામ કેટલે પહોંચ્યું ? તેના જવાબમાં મત્સ્યોધોગ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રૂા.3.59 કરોડના ખર્ચે સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે.  ગુજરત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં જામનગર 78ના ભારતીય જનતા પાર્ટીના ધારસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મત્સ્યોદ્યોગ મંત્રીને પ્રશ્ર્ન ર્ક્યો હતો કે તા.31/12/2018ની સ્થિતિએ જામનગર  સલાયા મત્સ્ય ઉતરણ કેન્દ્રના નવીનીકરણનું કામ ક્યાં તબકકામાં છે ? સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણના કામ માટે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ થયો છે ? અને નવીનીકરણની આ કામગીરી ક્યારે પુર્ણ કરવામાં આવશે ? જેના જવાબમાં મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે તા.31/12/2018ની સ્થીતીએ જામનગર જિલ્લાના સલાયા મત્સ્ય ઉતરણ  નવીનીકરણનું કામ પુર્ણ થયેલ છે. સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણના કામ માટે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂા.3.પ9 કરોડનો ખર્ચ થયો છે અને નવીનીકરણની આ કામગીરી પુર્ણ થયેલ છે.

આ ઉપરંત હકુભા જાડેજાએ પાણી પુરવઠા મંત્રીને પ્રશ્ર્ન ર્ક્યો હતો કે તા.31/12/2018ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ કેટલી ગામની આંતરીક પેયજળ  અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં યોજનાઓ મંજુર કરવામાં આવી ? અને ઉક્ત મંજુર કરેલ યોજનાઓની કુલ અંદાજીત રકમ કેટલી છે ? જેના જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે તા.31/12/2018ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 0પ યોજનાઓ ગામની આંતરીક પેયજળ યોજનાઓ અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં યોજનાઓ મંજુર કરવામાં આવી  અને ઉક્ત મંજુર કરેલ યોજનાઓની કુલ અંદાજીત રકમ રૂા.119.21 લાખ છે.

 

Related posts

જામજોધપુર, જોડિયા અને સચાણાના ત્રણ શખસો ‘પાસા’ હેઠળ જેલ ભેગા

Nawanagar Time

જામનગરમાં વકીલ ઉપર ત્રણ શખ્સોનો હુમલો

Nawanagar Time

પાણી પુરવઠા બોર્ડના રોજમદાર કર્મચારીઓની આંદોલનની ચિમકી

Nawanagar Time

Leave a Comment