Nawanagar Time
ગુજરાત જામનગર

જાણીતા મોડેલ રેશાન રોય અને સિદ્ધાર્થ શર્મા જામનગરના બનશે મહેમાન

renowned-model-rashan-roy-and-siddharth-sharma-will-be-guests-of-jamnagar-2

23-24મી માર્ચે યોજાનારા બે દિવસીય એક્ઝિબિશનમાં બંને સ્ટાર્સ કરશે ફુલ ધમાલ: ફેશનેબલ કલોથિંગ, જવેલરી સહિત અનેક વસ્તુઓ જોવા મળશે એક્ઝિબિશનમાં

જામનગર:-હોટ મોડેલ તથા અનેક સિરિયલમાં સ્ટાર રહેલા રેહાન રોય તેમજ  સિદ્ધાર્થ શર્મા 23મી તથા 24મી માર્ચે જામનગરના મહેમાન બનીને લોકોને એન્ટરરેઇન કરશે. જાણીતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની વીજીબી ક્રિએશન દ્વારા આયોજિત બે દિવસીય મેગા એક્ઝિબિશનમાં આ બંને સ્ટાર પર્સનાલિટી ગેસ્ટ બનશે અને લોકોને ફુલ એન્જોય કરાવશે.

વીજીબી ક્રિએશન દ્વારા જામનગરમાં હોટેલ કલાતીત ઇન્ટરનેશનલ ખાતે બે દિવસીય મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં  છે. આ અંગે વીજીબીના વૈશાલી બરછાએ જણાવ્યું હતું કે, અમારો હેતુ માત્ર બિઝનેસ નથી, પરંતુ જામનગરના લોકોને એન્ટરટેઇનમેન્ટ મળે તેવો પણ છે. એટલે જ 23મી તથા 24મી માર્ચે યોજાનારા આ એક્ઝિશિનમાં આ વર્ષે જાણીતા મોડેલ રેહાન રોય તેમજ મોડેલ સિદ્ધાર્થ શર્માને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે. આ બંને સ્ટાર્સ  લોકોને મળશે અને તેમની સાથે મનોરંજન કરશે.

વૈશાલીએ વધુમાં કહ્યું હતું કે, આ બે દિવસીય એક્ઝિબિશનમાં લેડિઝ, જેન્ટસ તેમજ ચિલ્ડ્રન માટે લેટેસ્ટ કલોથિંગ, એસેસરિઝ ઉપરાંત બ્યૂટી એન્ડ હેલ્થકેર પ્રોડકટ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હશે. ઉપરાંત સપનાના ઘરની ચોઇસ પણ આ વર્ષે નવું નજરાણું બનશે. લેડીઝ માટે ટુ વ્હીલરની ચોઇસ પણ  વર્ષે રાખવામાં આવી છે. લોકો વાઇડ રેન્જમાંથી પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદી શકશે. તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ બે દિવસીય એક્ઝિબિશનમાં ગયા વર્ષની જેમ જ 20 હજારથી પણ વધુ લોકો મુલાકાત લેશે એવો અંદાજ છે.

Related posts

કોરોના સામે જંગ જીતનાર અને સંભાળ રાખનારે કાળજી રાખવી જરૂરી

Nawanagar Time

સુરતની સ્કૂલની ઘટના સંદર્ભે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું આવેદન

Nawanagar Time

જામનગરમાં રૂ. 211 કરોડના ખર્ચે બનશે ત્રણ ફ્લાય ઓવર

Nawanagar Time

Leave a Comment