Nawanagar Time
ગુજરાત જામનગર

SOG પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

replace-sog-psi-gohil

પોણા છ લાખની લાંચની રકમ ક્યાં ગઈ? 100 મણનો સવાલ

જામનગર:-જામગનર એસઓજી પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સવા લાખની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા. એસીબીએ બંને કોન્સ્ટેબલને લાંચ લેતાં હોય તેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. જેને લઈને એસીબીની ટીમે એસઓજી પીઆઈ અને  તેમજ બંને કોન્સ્ટેબલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પણ કઈ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ એસઓજી પીએસઆઈને લીવ રિજર્વ પર હેડક્વાટર બદલી કરી દેવામાં આવતા પીએસઆઈની સંડોવણી અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા અને જોગેન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણ નામના બે  જામનગરના એક વ્યવસાયી પાસેથી તેઓની જ  10, પટેલ કોલોની, ટીવીએસ શો-રૂમની બાજુમાં આવેલી ઓફિસમાં રૂપિયા એક લાખ પચ્ચીસ હજારની લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા છે.

ચાર દિવસ પૂર્વે એસઓજી પોલીસે નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતા એક શખસને બાઇક સાથે આંતરી લઇ પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો. આ કેસમાં પકડાયેલા  વેપારીનું મોટર સાયકલ હોવાથી મુસીબત સામે આવી હતી. પોતાનું મોટર સાયકલ કાઢી નાખવા અને પકડાયેલા શખસ સામે આકરી કાર્યવાહી નહીં કરવા એસઓજી પોલીસના બંને કર્મચારીઓએ સાત લાખની લાંચ માંગી, જે તે દિવસે જ પ્રથમ હપ્તા પેટે સાડા ત્રણ લાખ જ લઇ લીધા હતા.

ત્યારબાદ બીજા દિવસે પીએસઆઈ નહીં માને  કહી રૂપિયા સવા બે લાખની રકમ બીજા હપ્તા પેટે બંને કોન્સ્ટેબલે માંગી અને લઇ પણ લીધી હતી. દરમિયાન વાયદા મુજબ સવા લાખની બાકી રકમ લેવા ગયેલા બંને શખસો એસીબીના છટકામાં આબાદ સપડાઈ ગયા હતા. પીએસઆઈની સંડોવણી સામે આવતા એસીબીની ટીમે એસઓજી પીઆઇ અને પીએસઆઈના ઘરે પહોંચી સર્ચ ઓપરેશન હાથ  હતું પણ કઈ મળ્યું ન હોવાનું એસીબી ટીમે જણાવ્યું છે.

બન્ને કોન્સ્ટેબલને એસીબીએ બે દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી છે. બીજી તરફ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.બી. ગોહીલને લીવ રિજર્વમાં બદલી કરી દેવામાં આવી છે. જેને લઈને વધુ એક વખત ચર્ચાઓ તેજ બની છે કે શું  પ્રકરણમાં પીએસઆઈએ લાંચ લીધી છે અને તેને બચાવવાના પ્રયાસરૂપે બદલી કરી દેવામાં આવી છે.

કોણ-કોણ સંડોવાયા હતાં?

લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા SOGના બે કોન્સ્ટેબલ સાત લાખ જેટલી મોટી રકમ વસુલી હતી, એવું ખુદ એસીબી કબુલે છે, તો લાંચના પૈસામાં કોનો કોનો ભાગ પડ્યો હતો, એ હજુ સુધી બહાર  નથી, તો સવાલ એ ઉભો થાય છે કે નામ કાઢવાની સત્તા આ બે પોલીસ પાસે હોય કે તેનાથી ઉપલા અધિકારીઓ પણ સંડોવાયેલા છે?

‘વનીયો વાળા’ તારીખે ઓળખાતો શખસ SOG એ પિસ્ટલ સાથે ઝડપી લીધા પછી એને આ કેસમાંથી છોડી મૂકવાની સત્તા કોની હોય? કોન્સ્ટેબલ કક્ષાના પોલીસની તો ‘ના’ જ  તો પછી રિશ્વત લેતા ઝડપાયેલા પોલીસના બે દિવસ રિમાન્ડ ઉપર છે, એ દરમિયાન પોલીસ ધારે તો આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, એ જાણકારી મળી જ શકે એમ છે.

કે પછી આ પ્રકરણમાં ઉપલા અધિકારીના નામ બહાર ન આવે, કે વધુ નામ ના ખુલવાની કોઈ રાજકીય ભલામણ આવી  કે એસીબી સાથે પણ સેટિંગ ગોઠવાઈ ગયું હોય એ પણ ચર્ચા થઇ રહી છે. જયેશ પટેલના કેસમાં જયેશના ઓડી કારના ડ્રાયવર ઉપર પણ ગુન્હો નોંધાયો હતો, તો ઉપલા અધિકારી ઉપર શા માટે ગુનો દાખલ ન થાય?! કોના કહેવાથી આ બે કોન્સ્ટેબલે લાંચ લીધી હતી? એ તો પોલીસ જાણી જ  એમ છે. બજારમાં એવું પણ ચર્ચાય છે કે વનિયા વાળાએ જ એસીબીને રીશ્વતની ‘ટીપ’ આપી હતી, અને ત્યારબાદ વનિયા વાળાનું નામ જાણી જોઈનેના ખૂલવા એસીબીને પણ પ્રસાદ ધરવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. સામાન્ય કર્મચારી લાંચ લેતાં એસીબી ઝડપે, જો એસીબી લાંચ લ્યે તેની તપાસ કોણ કરી શકે??

SOG ના પાપ છાપરે ચડીને પોકારી રહ્યો છે, આ પ્રકરણ બહાર આવતાં સમગ્ર પોલીસ તંત્રનું મોરલ ખરડાયું છે, આવા તોડબાજોને સજા ઠેરવવામાં આવે તો જ સિસ્ટમમાં સુધાર આવે એમ લાગી રહ્યું છે.

 

Related posts

તાજિયા ગેંગના ચાર સાગ્રીતને દબોચી લેતી LCB

Nawanagar Time

જામનગર જિલ્લામાં આરટીઇ પ્રવેશમાં બેઠકની તુલનાએ બમણાં બાળકો

Nawanagar Time

ભીડ એકઠી કરી સમય મર્યાદા બહાર દુકાન ખૂલ્લી રાખનારા અનેક દંડાયા

Nawanagar Time

Leave a Comment