Nawanagar Time
જામનગર

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવઃ રોગચાળો બેકાબૂ

jamnagar dengyu
જામનગરની સરકારી હોસ્પિટલમાં સતત બે દિવસ સુધી ડેન્ગ્યુનો એક પણ કેઈસ નોંધાયો ન હતો પરંતુ ગઈકાલે ત્રણ દર્દીઓનાં રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા. આમ હજુ આ રોગમાંથી છુટકારો મળ્યો નથી.

ગત મંગળવાર અને બુધવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા ન હતાં પરંતુ કેટલાક શંકાસ્પદ દર્દીના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવતા તેમાંથી ત્રણ દર્દીઓને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ મળ્યો હતો. આમ હજુ ત્રણ ડેન્ગ્યુનો હાવ યથાવત રહ્યો છે. આ ઉપરાંત ખાનગી દવાખાના અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

સસોઈ જૂથ યોજનાનો તૂટી પડેલો ભોંય ટાંકો હજી એ જ હાલતમાં

Nawanagar Time

જીજી અગ્નિકાંડના અવશેષો

Nawanagar Time

હાર્દિક 12મીએ કોંગ્રેસનો ‘હાથ’ પકડે તેવી શક્યતા

Nawanagar Time

Leave a Comment