Nawanagar Time
ગુજરાત જામનગર

નકલી મેજરે શર્ટ જામનગરમાં જ શિવડાવ્યો હોવાનો ઘટસ્ફોટ

reports-reveal-that-fake-shirts-are-located-in-jamnagar-only

અન્ય સામગ્રી કેન્ટીનમાંથી ખરીદી , ત્રણ દિવસના રિમાન્ડ પર છે નકલી મેજર

જામનગર:-જામનગરમાં ચકચારી બનેલા નકલી મેજર પ્રકરણમાં તપાસનો  સંભાળી એસઓજી પોલીસે રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા સિક્યોરિટી ઓફિસરને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. મેજર તરીકેનો જે શર્ટ છે તે જામનગરથી જ કપડું ખરીદી અત્રે જ દરજી પાસે સિવડાવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

જામનગર નજીકની રિલાયન્સ કંપનીમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિયાણાનાં હીસારના વિકાસ વિજય સાંગવાને  ન હોવા છતાં આર્મી મેજરનો વેશ ધારણ કરતા મેઘપર પોલીસે તેને દબોચી લીધો પકડી પાડ્યો હતો. આ શખ્સ સામે આર્મી ઇન્ટેલિજન્સ ભુજના જવાને મેજરની વરદીનો દુરૂઉપોગ કરવા અંગે ગુન્હો દાખલ કરાવ્યો હતો.દેશની સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલ બાબતને લઈને એસઓજી શાખા દ્વારા આ શખ્સનો કબ્જો સાંભળવામાં આવ્યો હતો. આરોપીએ મેજરની  ધારણ કરી તેના ફોટોગ્રાફસ પાડી સોશ્યલ મીડીયામાં વાયરલ કરીને કેટલીક યુવતિઓ સાથે લગ્નના પ્રસ્તાવ મુકી ફસાવવાનું કાવતરૂં પણ રચ્યું હતું અને અલગ અલગ ચાર જેટલી યુવતિઓ સાથે સોશ્યલ મીડીયામાં લગ્નની લાલચે ચેટીંગ કરતો હોવાનું પણ કબુલ્યું છે,ઉપરાંત મેજર તરીકેનો ડ્રેસ ધારણ કરવા પાછળ કોઈ દેશ દ્રોહી કારણ સામે આવ્યું  હતું. પરંતુ મેજર ન હોવા છતાં માત્રને માત્ર છોકરીઓ સાથે સબંધ બાંધવાના ઇરાદે જ મેજરનો ડ્રેસ ધારણ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. છતાં પણ આ બાબતની ગંભીરતાને લઈને જામનગર એસઓજી પોલિસે તપાસમાં જંપલાવી પકડાયેલા હરિયાણાના શખ્સનો કબ્જો મેળવ્યો છે. આ શખ્સની તમામ ગતિવિધિઓ અંગે વધુ પૂછપરછ કરવા  પોલીસે આઠ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. મેજર તરીકેનો શર્ટ જામનગરથી જ કપડું ખરીદી બેડી ગેઇટ નજીક આવેલ કોઈ ટેઇલર પાસે શિવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે શર્ટમાં લગાવેલ અન્ય સામગ્રી કેન્ટીનમાંથી ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેઇલર  પહોચવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

મૉર્નિંગ વૉક અનલૉક

Nawanagar Time

ઘાયલ ગ્રેટર ફ્લેમિંગોને બચાવતી નૅચર કલબ

Nawanagar Time

સિક્કા કોલેજમાં પ્રોફેસર-પ્રિન્સિપાલ ઉપર વિદ્યાર્થીનો હુમલો

Nawanagar Time

Leave a Comment