Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇને 826 મહિલાઓનું કર્યુ રેસ્કયુ

rescue-of-826-women-in-181-abhayam-women-helpline-in-jamnagar-district

જામનગર:-આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે શરૂ કરાયેલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3493  કેસમાં મહિલાઓને ટેલીફોનીક માર્ગદર્શન આપવામાં આવ્યું છે જ્યારે 826 જેટલા કેસમાં રેસ્કયુવાન ઘટના સ્થળે પહોંચી મહિલાઓની મદદ કરી છે.

જામનગર જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇન 8 માર્ચ 2015થી કાર્યરત છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહિલાઓની સમસ્યાઓને સમજી તેમની મદદ કરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 250 જેટલી  ગંભીર સમસ્યાઓમાં વિવિધ સંસ્થા-વિભાગોમાં કાર્યવાહી માટે પણ લઇ જવાઇ છે. જ્યારે 542 કેસમાં આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ ઉપર સુખદ સમાધાન કરાવાયું છે.

જામનગરમાં જિલ્લામાં કાર્યરત રેસ્કયુવાનમાં કુલ 6 આઠનો સ્ટાફ છે તેમાં ત્રણ કાઉનસેલર બાવળવા ગીતાબેન, સરલાબેન ભોપા, ગાયકવાડ જાગૃતિબેન, ત્રણ મહિલા કોન્સ્ટેબલ મેહુલબેન કિંયિા,  ધારવિયા તથા ઇલાબા જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે પાયલોટ વિજયભાઇ તથા રાજુભાઇ મળી કુલ 8નો સ્ટાફ છે.

રાજ્ય સરભરના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા આયોગ અને જીવીકે ઇએમઆમઆઇ દ્વારા સંયુકત રીતે સંચાલન કરી મહિલા સુરક્ષા અને સલામતી સેવાને જામનગર જિલ્લામાંથી વ્યાપક આવકાર મળી રહ્યા છે.

Related posts

લાંચના 65 ટકા કેસ સાબિત કરવામાં ACB નિષ્ફળ, આ રહ્યા રીપોર્ટ

Nawanagar Time

કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ પાસે 10 કરોડની સંપત્તિ

Nawanagar Time

સોમવારથી નવા ટ્રાફિક નિયમોનો કડક અમલ: એસપી સિંઘલ

Nawanagar Time

Leave a Comment