Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના મધ્યાહ્ન ભોજન કેન્દ્રો NGOઓને સોંપવાની પેરવીથી રોષ : 27મીએ રેલી

resentment-to-entrance-to-mid-day-meal-centers-of-jamnagar-ngos-27th-rally

પડતર પ્રશ્ર્ન મુદે મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ સરકાર સામે લડી લેવાના મૂડમાં : મહાકાય રેલી કાઢવાની તૈયારી

જામનગર:-જામનગરના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને સ્વૈચ્છીક સંસ્થાઓને સોંપવાના ટેન્ડર તાજેતરમાં તંત્ર  બહાર પાડવામાં આવ્યા હતાં. તંત્રના આ નિર્ણયથી મધ્યાહ્ન ભોજન કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. તંત્રના આ નિર્ણયના કારણે અનેક મધ્યાહ્ન ભોજન કર્મચારીઓની રોજગારી છીનવાઇ જાય તેવો ભય છે. પરિણામે સ્વૈચ્છીક સંસ્થાઓને મધ્યાહ્ન ભોજન કેન્દ્રોનું સંચાલન સોંપવાના ટેન્ડર રદ્ કરવા માંગ થઇ છે.અને રાજયના મઘ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા આ  27મીએ મહા રેલી યોજવા જાહેરાત કરવામાં આવી છે.

તાજેતરમાં ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા જૂના મેનુ રદ્ કરી નવા મેનુ અમલમાં મૂકવાની પેરવી સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવા મેનુના સ્થાને જૂનું મેનુ ફરીથી અમલમાં મૂકવાની માંગણી  થઇ છે.

મધ્યાહ્ન ભોજન યોજનામાં આપવામાં આવતી સામગ્રીની ગુણવત્તા ખૂબ જ હલકી હોવાથી બાળકોના આરોગ્ય ઉપર પણ જોખમ તોળાયેલું રહે છે. માટે સારી ગુણવત્તાની સામગ્રી સમયસર મળી રહે તેવી રજૂઆત સાથે મહારેલી યોજવાની તૈયારી મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વડી અદાલતના આદેશ મુજબ કૂકિંગ  4.5%નો વધારો કરવાનો રહે છે. તેમજ છેલ્લાં બે વર્ષથી પેશગીનો વધારો થયો નથી. જેથી આ મામલે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી છે. આ ઉપરાંત મહિલા કર્મચારીને પ્રસૂતિની રજા આપવા અને લાયકાતના આધારે વારસદારને નોકરીમાં પ્રાથમિકતા આપવા પણ માગ ઉઠી છે. આ મામલે ટૂંક સમયમાં મહાકાય રેલી યોજવામાં  તેવું ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગ અન્વયે રાજ્ય સરકાર દ્વરા નવા મેનુ નો ઠરાવ કરેલ છે જે મેનુ જૂના મેનુ ના બે ભાગ કરી કોઈ પણ નાંણાકીય  બોજ પાડ્યા વિના કેં જથ્થો વધારીયા  વિના બે ભાગ કરી  ભોજન તથા નાસ્તો આપવા નું ઠરાવેલ છે જે માટે નાસ્તા માટે અલગ થીં જથ્થો તેમજ અલગ થીં જથ્થો આપવો અથવા નવું મેનુ રદ કરી જૂના મેનુ મુજબ ચાલું રાખવા અમારી માંગણી છે

આ યોજના માં આપવા માં આવતો જથ્થો સાવ ગુણવતા હીન તદન સડેલું  અને અપૂરતું આપવા માં આવે  અમારી માંગ છે કેં બાળકો ને ભોજન આપવા માં અમો ને જે જથ્થો આપવા માં આવે છે એ ગુજરાત ના લાખો બાળકો ના આરોગ્ય માટે સારી ગુણવત્તા વાળું સમયસર અને પૂરતું મળે તે માટે યોગ્ય કરવા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ સૂચના મુજબ દર વખતે કુકિંગ કોસ્ટ માં 7,5% નો  આપવાનો નિર્દેશ કરેલ છે તે મુજબ છેલ્લા 2 વર્ષ થીં વર્ષ 16/17 અને 17/18 ના  પેશગી ના વધારો આપવા માં આવેલ નથી અને ભારત સરકારે 5,34 નો વધારો 3 માસ પેલા આપેલ છે જે આજ દિવસ સુધી રાજ્ય સરકારે આપેલ નથી જે સત્વરે આપવા અમારી માંગણી કરવામાં આવી છે.

Related posts

જામનગરમાં કોરોનાનો હાહાકાર, ચોવીસ કલાકમાં 10 મોત

Nawanagar Time

આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓ એ કર્યો ખુલાસો, શુ નર્મદાનું પાણી દૂષિત?

Nawanagar Time

જામનગરમાં ઠેર-ઠેર વાહન ચેકીંગ

Nawanagar Time

Leave a Comment