Nawanagar Time
ગુજરાત રાજકોટ

રેશમા પટેલનું ભાજપમાંથી રાજીનામુ, હવે આગામી રણનીતિ ત્યાર કરશે..

ભાજપે મારી પાસે કરાવ્યુ માર્કેટીંગ:રેશમા પટેલ

રાજકોટ:-રાજકોટ ખાતે રેશમા પટેલે પ્રેસ કોંફરન્સ કરીને આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એક સમયે અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે જોડાયા હતા અને ત્યારબાદ  સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ટૂંકાગાળામાં જ રેશમા પટેલે ભાજપ સામે બળવો પોકાર્યો હતો અને છાસવારે ભાજપ વિરુદ્ધમાં નિવેદનો પણ આપ્યા હતા,

ત્યારે રેશમાં પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને જણાવ્યું હતું કે ભાજપ પક્ષમાંથી માનસિક રીતે ઘણા સમયથી દૂર થયેલી છું અને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે પોરબંદરથી લોકસભા સિટ લડવા માંગુ છું, પોરબંદરની સિટ પર એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ભૂતકાળમાં જોવા મળેલ છે. ચાલુ ધારાસભ્ય પણ એનસીપીના છે તો ટેકો પણ સારો મળી રહે તેમ છે, જો મને કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ. ઉપરાંત રેશમા પટેલે પોરબંદર લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે લડવાની તૈયારી દર્શાવી છે, જેના માટે અત્યારથી જ ઉપલેટાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે, વધુમાં રેશમા પટેલે જણાવ્યુ હતું કે ભાજપે મારી પાસે માર્કેટિંગ કરાવ્યું છે અને મીડિયા પેનલિસ્ટ તરીકે કામ કરાવ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખને પત્ર લખીને રાજીનામાં સાથે ભાજપનો ખેસ કુરિયર દ્વારા મોકલી આપીશ અને રેશમા પટેલે પોતાના સૂર બદલતા અંતે જણાવ્યુ હતું કે હું અને હાર્દિક પટેલ વિચારોથી એક છીએ આમ ભાજપમાંથી રેશમા પટેલે રાજીનામું આપીને પોરબંદર લોકસભાની બેઠક લડવાની જાહેરાત કરતા પાટીદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર ત્રીપાખિયો જંગ વચ્ચે નવા રાજકિય સમીકરણ સામે આવ્યા છે.

Related posts

શૌચાલય કૌભાંડ અંગે નગરસેવકની ચિમકી

Nawanagar Time

જામનગર ગ્રામ્ય બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે અસ્તિત્વનો જંગ

Nawanagar Time

મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં લોકોનો દોઢ ગણો વધારો

Nawanagar Time

Leave a Comment