Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ભાજ્પ નો હાથ છોડી રેશમા પટેલ પોરબંદરથી લડવાની વેતરણમાં

reshma-patel-to-fight-against-porbandar

એનસીપીમાંથી લડવા પૂર્વ ‘પાસ’ નેતા રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડશે

અમદાવાદ:-પાટીદાર આંદોલનના આક્રમક ચહેરા તરીકે ઉભરેલા રેશમા પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગણતરીના મહિનાઓમાં જ તેમનો મોહભંગ થઈ ચૂક્યો છે. સરકારની અને પક્ષની નીતિ-રીતિ સામે બળવાખોરીના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. કોંગ્રેસ સાથેની  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને જો પોરબંદર બેઠક ફાળવવામાં આવે તો રેશમા NCP વતી ઉમેદવારી કરશે. અન્યથા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

લોકસભાની ચૂંટણી લડવા પૂર્ણ તૈયારી કરી ચૂકેલા રેશમા પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ’ભાજપમાં જોડાવાથી મારા સમાજના પડતર પ્રશ્ર્નો, માગણીઓનો ઉકેલ લાવી શકાશે એવી મારી ધારણા ખોટી  છે. પક્ષના હોદ્દેદારો સત્તાના એટલાં ઘમંડમાં છે કે તેમને પ્રશ્ર્નો ઉકેલવા કરતાં ય ગૂંચવવામાં વધુ રસ છે. ભાજપની રાજનીતિ વિકાસની નહિ પરંતુ વિનાશની છે. સમાજમાં ભેદભાવ ઊભો કરવાની છે. તેની સામે મારો તીવ્ર વિરોધ છે.

લોકસભાની પોરબંદર બેઠકમાં રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકા જેતપુર, ગોંડલ અને ધોરાજી સામેલ છે, જ્યાં  મતદારો મોટી સંખ્યામાં છે. આ બેઠકનું કાસ્ટ ફેક્ટર જોઈએ તો 4.27 લાખ પાટીદાર મતદારો, 1.53 લાખ કોળી અને 1.5 લાખ દલિત મતદારો છે. ઉપરાંત ધોરાજી અને કુતિયાણા વિધાનસભા બેઠક પર અનુક્રમે કોંગ્રેસ અને NCPનો કબજો છે. અનામત આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યા અંગે રાજ્ય સરકારની બિનકાર્યક્ષમતાને લીધે રેશમા માટે અહીં  તકો જણાય છે.

ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પણ પોરબંદર બેઠક પર દાવેદારી કરી ચૂક્યા છે. જો આ બેઠક NCPને ફાળવવામાં આવે તો નારાજ વસોયા નિષ્ક્રિય પણ બની જાય. એ રેશમાને ભારે પડી શકે. રેશમા પટેલ માટે આ બેઠક જીતવા કાંધલ જાડેજા (કુતિયાણા) અને લલિત વસોયા (ધોરાજી)નું સમર્થન અનિવાર્ય

પોરબંદર બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 2009ને બાદ કરતાં 1991થી અહીં ભાજપના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. પરંપરાગત રીતે આ બેઠક વિઠ્ઠલ રાદડિયાની ગણાય છે. નાદુરસ્ત રાદડિયાના સ્થાને તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ અહીં ઉમેદવારી કરીને વિઠ્ઠલ રાદડિયાની રાજકિય વિરાસત જાળવી શકે છે.

Related posts

સરકારથી ડરવાની જરૂર નથી: જયંતીભાઇ સભાયા

Nawanagar Time

હાશ ! ગરમીમાં આંશિક રાહત

Nawanagar Time

કોરોના કાળમાં કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને રિસોર્ટમાં ધૂબાકા મારતા’તા : રૂપાણી

Nawanagar Time

Leave a Comment