Nawanagar Time
સ્પોર્ટસ

વિશ્વ કપ પહેલાજ ઓસીઝ બોલિંગ કોચનું રાજીનામુ

resignation-of-the-oscars-bowling-launch-of-the-world-cup

ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ ડેવિડ સેકરે બોલિંગ કોચિંગપદેથી રાજીનામુ આપ્યું છે. તેમનું રાજીનામુ વર્લ્ડકપ અને એશિઝ સિરીઝના થોડા મહિના પહેલા જ આવ્યું છે. સેકરનું કહેવું છે કે તેણે ટીમની ભલાઈ માટે રાજીનામુ આપ્યું છે. સેકર 2015ના વર્લ્ડકપ પહેલા ઇંગ્લેન્ડના કોચપદેથી પણ રાજીનામુ આપી ચૂક્યા છે.સેકરે ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજીનામુ આપ્યું હતું. તે જુલાઈ 2016થી ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે હતા.

લેંગરે કહ્યું કે, “મારા અને સેકર વચ્ચે છેલ્લા 9 મહિનાથી આ બાબતે ચર્ચા થઇ રહી હતી. અમે આ વાતથી સહમત હતા કે ટીમની ભલાઈ માટે આ જ સાચો સમય છે એક નવી દિશામાં આગળ વધવા માટે.”તેણે વધુ ઉમેરતા કહ્યું કે, હું સેકરના મહત્વના યોગદાન માટે તેનો આભાર માનું છું. તેણે ઓસ્ટ્રેલિયાના ઘણા યુવા ફાસ્ટ બોલર્સને તૈયાર કર્યા છે અને તેમને એક ગ્રુપમાં બોલિંગ કરતા શીખવાડ્યું છે.

મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા બોલર્સને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સેકરે કહ્યું કે, ” મેં ટીમ સાથે વિતાવેલો સમય સારો હતો, ખાસ કરીને ફાસ્ટ બોલર્સ સાથે જે એક ગ્રુપ તરીકે કામ કરવુ સંતોષજનક હતું. આવનારા સમયમાં નવી કોચિંગ ભૂમિકા માટે તત્પર છું.તેમણે કહ્યું કે, ” છેલ્લા ત્રણ વર્ષ માટે મને ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ તરીકે ફરજ નિભાવવાની તક આપવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આભાર માનું છુ..ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે ટ્રોય કોલે ભારત અને પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં બોલિંગ કોચની ભૂમિકા ભજવશે

Related posts

ડ્રગ્સ લઇ જતાં ઝડપાયો શ્રીલંકાનો ક્રિકેટર મદુશંકા

Nawanagar Time

ICC Test Rankings: : વિરાટ ટોપ પર યથાવત

Nawanagar Time

આગામી ટી-20 વર્લ્ડકપમાં 20 ટીમ રાખવા ICCની વિચારણા

Nawanagar Time

Leave a Comment