Nawanagar Time
ગુજરાત જામનગર

વિદ્યાર્થીઓ અને વાલીઓની જોરદાર લાગણી અને માંગણીને માન આપીને

respecting-the-strong-feelings-and-demands-of-students-and-parents

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેમો કલાસ શરૂ કરવામાં આવેલ,

ધો.10ના કોઇપણ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે અમૂલ્ય તક: સ્કોરર વિદ્યાર્થીઓ માટે ધો.11,12 સાયન્સ અને કોમર્સમાં વિશેષ સ્કોલરશીપ.

જામનગર:-જામનગર  ખાતે આવેલ બ્રિલિયન્ટ ગુ્રપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 10ના જામનગરની કોઇપણ સ્કૂલમાં અભ્યાસ કરતાં ગુજરાતી/અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ધોરણ-10ની પરીક્ષા પછી વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે ગડમથલ હોય છે. તેઓ તે નક્કી નથી કરી શકતા હોતા કે કયા પ્રવાહમાં જવું ખાસ કરીને વિદ્યાર્થીઓ વિજ્ઞાનનો ભય અનુભવતા હોય છે. જે ખરેખર સાચું  બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ દર વખતે વિજ્ઞાન પ્રવાહમાં જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને સ્કૂલ પસંદગી કરવા માટે ફ્રી ડેમો કલાસનું આયોજન કરે છે આ વર્ષે પણ સતત ચોથા વર્ષે તા.25-3-2019ને સોમવારના રોજ થી દરરોજ સાંજે 4થી 6 દરમ્યાન ડેમો કલાસનું આયોજન બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ લીમડા લેન,  ખાતે કરવામાં આવેલ છે.

ડેમો કલાસનો મૂળ હેતુ વિદ્યાર્થી તથા વાલીની પ્રવાહ પસંદગી માટેની મુંઝવણ દૂર કરવાનો છે. વિદ્યાર્થી ડેમો કલાસ એટેન્ડ કરી દરેક પ્રકારની શંકા દૂર કરી હસતાં રમતાં વિજ્ઞાન પ્રવાહ માટે પોતાની પસંદગીની શાળાની પસંદગી કરી શકે અને વિજ્ઞાન પ્રવાહમાં પોતાની કારકીર્દી ઘડી શકે તેવો હેતુ પણ  વિજ્ઞાન પ્રવાહના વિષય તજજ્ઞ શિક્ષકો, વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહ માટેનો ડર અને તેથી ઉભી થયેલી ખોટી ધારણાનું નિરાકરણ સચોટ અને ઉત્સાવર્ધક માર્ગદર્શન દ્વારા આપશે ઘણી વખત સ્કોલર વિદ્યાર્થીઓ સ્કૂલ પસંદગી માટે મુંઝવણ અનુભવતાં જોવા મળે છે. બ્રિલિયન્ટ ગુ્રપ ઓફ સ્કુલ્સ છેલ્લાં 29 વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે પોતાની અવિરત સેવા જામનગરમાં આપી  છે. અને છેલ્લા ઘણાં વર્ષોથી જામનગર ખાતે બિલિયન્ટ ગુ્રપ ઓફ સ્કૂલ્સ સાયન્સ સમ્રાટ અને કોમર્સ કીંગ રહ્યું છે.

બ્રિલિયન્ટ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને મેનેજીંગ ડાયરેકટર ઉષ્મિતાબેન ભટ્ટ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. જામનગર પણ ગુજરાતમાં વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરે, તેવા તેમના અવિરત પ્રયત્નો રહ્યાં  આ ફ્રી ડેમો કલાસ પણ તેમના પ્રયત્નોનો એક ભાગ છે. સ્કોલર વિદ્યાર્થીઓને ફી ના કારણે પોતાનો અભ્યાસ ન અટકાવવો પડે તે માટે બ્રિલિયન્ટ ગુ્રપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઇ ભટ્ટએ આવાં વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશીપની જાહેરાત કરી છે જેમાં બોર્ડમાં 90ટકા મેળવનાર કોઇપણ સ્કૂલના વિદ્યાર્થીને સાયન્સમાં 100ટકા સ્કોલરશીપ સાથે વિજ્ઞાન  લોડેડ ટેબ્લેટ ફ્રીમાં અપાશે. બોર્ડમાં ગણિત-વિજ્ઞાનમાં 90 ટકા મેળવનાર કોઇપણ સ્કૂલના વિદ્યાર્થીને સાયન્સમાં 50ટકા સ્કોલરશીપ અપાશે. ડેમો કલાસમાં જોડાનાર દરેક વિદ્યાર્થીને ફીમાં 10 ટકા સ્કોલરશીપ અપાશે. વિજ્ઞાન પ્રવાહ માટેની આ બધી સ્કોલરશીપ ધો.11 અને 12 બન્ને વર્ષો માટે છે તે ઉપરાંત કોમર્સમાં પોતાની કારકીર્દી ઘડવા ઇચ્છતા સ્કોલર વિદ્યાર્થીઓ માટે  અશોકભાઇ ભટ્ટએ આકર્ષક સ્કોલરશીપની જાહેરાત કરી છે જેમાં બોર્ડમાં 80 ટકા મેળવનાર કોઇપણ સ્કૂલના વિદ્યાર્થીને કોમર્સમાં ધો.11 અને 12માં  100 ટકા સ્કોલરશીપ આપવામાં આવશે. આ બધી સ્કોલરશીપ માત્ર ધો.10ના બોર્ડના પરીણામના આધારે આપવામાં આવશે તેઓ માને છે કે એપ્ટીટયુડ ટેસ્ટ કે અન્ય સ્કોલરશીપ માટેની અન્ય કોઇપણ ટેસ્ટ મહત્વહીન છે  કે આ પ્રકારની સ્કોલરશીપ માત્ર ભ્રામક પ્રચાર માટે હોય છે.

વાલીઓને વિશેષ વિનંતી છે કે આપ આપના ધોરણ 10ની પરીક્ષા આપી હોય તે બાળકો આ ફ્રી ડેમો કલાસનો અચુક લાભ લે તે સુનિશ્ર્વિત કરશો. કેમ કે આ ફ્રી ડેમો કલાસ તેમના લક્ષ્યાંકને ભેદવામાં ખૂબ જ મદદરૂપ થશે તે નિશ્ર્વિત  છે.

આપ આપના સગા સ્નેહી, મિત્ર વર્તુળના ધોરણ 10ના ગુજરાતી/અંગે્રજી માધ્યમના વિદ્યાર્થીઓને માહિતગાર કરશો જેથી તેઓ પણ ફ્રી ડેમો કલાસનો લાભ લઇ શકે. આ સંદર્ભે વધુ માહીતી માટે હેલ્થ લાઇન નં. 8460822809, 7575023207 ઉપર સંપર્ક કરી શકાય છે.

Related posts

જામનગરના વિકાસની ગાડી જેટ ગતિએ: 84.42 લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

Nawanagar Time

બાળકો ગૂમ થવાના મામલે ગુજરાત દેશમાં પ્રથમ

Nawanagar Time

આજે ચંદ્ર લાલ-ધૂંધળો

Nawanagar Time

Leave a Comment