Nawanagar Time
ગુજરાત ટેક્નોલૉજી દ્વારકા

દ્વારકા જિલ્લામાં PUBG ગેઇમ રમવા ઉપર પ્રતિબંધ

restricted-to-play-pubg-game-in-dwarka-district

હિંસક સાબિત થયેલી રમત સામે તંત્રની લાલ આંખ

ખંભાળિયા:-દેશ અને દુનિયામાં રમાતી પબજી નામની ગેમથી આ રમત શોખીનોમાં હિંસક  પ્રમાણ વધી રહ્યાનું ખુલવા પામેલ છે. મોબાઇલ મારફતે ખાસ એપ ડાઉનલોડ કરી પબજી રમતથી ખાસ કરીને બાળકો અને યુવાનોના માનસ પર વિકૃત અસર સાથે અભ્યાસમાં પણ ખલેલ પહોંચી રહી હોવાનું બહાર આવ્યું છે. પબજીની રમત રમતાં બાળકો-યુવાનોના વર્તન, વાણી, વ્યવહાર અને વિકાસ પર વિપરીત અસર થતાં આખરે સરકારે લાલ  કરી અને રમત રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ બી પટેલે એક જાહેરનામું બહાર પાડી, જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પબજી ગેમ/મેમો ચેલેન્જ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આટલું જ નહીં,  વ્યક્તિને જિલ્લાના વિસ્તારમાં કોઇપણ અન્ય વ્યક્તિ પબજી ગેમ રમતી ધ્યાનમાં આવે તો સ્થાનિક પોલીસ મથકમાં લેખિત કે મૌખિક જાણ કરવા પણ વધુમાં જણાવાયું છે. આ ગેમ રમનાર આસામીઓને સજા કરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.

Related posts

ગુજરાતની તમામ સીટો જીતવા અમિત શાહનો હુંકાર

Nawanagar Time

હવેથી ધો.5થી8ના ‘નાપાસ’ વિદ્યાર્થીઓને ‘પાસ’ નહીં કરવામાં આવે

Nawanagar Time

પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન : 9 ઇરાની ઝડપાયા

Nawanagar Time

Leave a Comment